Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ભિલોડાની મામલતદાર કચેરીના મામલતદારને કોરોના પોઝીટીવ આવતા કર્મચારીઓમાં ફફડાટ

મામલતદાર અને નાયબ પુરવઠા અધિકારી કોરોના ગ્રસ્ત બનતા અન્ય કર્મચારીઓના પણ રેપિડ ટેસ્ટ કરાવવા તજવીજ

ભિલોડાની મામલતદાર કચેરીના મામલતદારનો કોરોનાનો રિપોર્ટ પોજેટીવ આવતા મામલતદાર ને હોમ કોરનટાઈલ કરાયા હતા.મામલતદારનો રિપોર્ટ પોજેટીવ આવતા કચેરીના કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

  અંગે મળતી વિગત મુજબ  ભિલોડા મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર બે દિવસ અગાઉ બીમારીમાં સપડાયા હતા તેમને સ્થાનિક કક્ષાએ સારવાર લીધા બાદ પણ આરામ જણાતા તેમના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જ્યાં તેમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોમ કોરનટાઇલ કરાયા હતા. જોકે મામલતદાર અને નાયબ પુરવઠા અધિકારી કોરોના ગ્રસ્ત બનતા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓના પણ રેપિડ ટેસ્ટ કરાવવા માટે મામલતદાર કચેરી દ્વારા આરોગ્ય તંત્રમાં કાર્યવાહી હાથ ધરી છે.

(9:42 pm IST)