Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

14મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં કુલ 115 કલાક 15 મિનિટ કામ કર્યું : 150 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો

16 સરકારી વિધેયકો સભાગૃહે પસાર કર્યા : 8527 તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા તે પૈકી 145 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા

ગાંધીનગર: તાજેતરમાં જ 14મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર દરમિયાન સભાગૃહની કુલ 28 બેઠકો મળી હતી. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ 115 કલાક 15 મીનીટ કામ કર્યું હતું. સત્ર દરમિયાન કુલ 150 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. તેમ જ આ વિધાનસભામાં કુલ 16 સરકારી વિધેયકો સભાગૃહે પસાર કર્યા હતા. તેમ જ 3 બિન સરકારી વિધેયકો પર ગૃહમાં ચર્ચા થઇ હતી. આ ઉપરાંત 8527 તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા હતા. તે પૈકી 145 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરવામાં આવી હતી. તો સત્ર દરમિયાન 1155 અતારાંકિત પ્રશ્નોના જવાબો સભાગૃહના મેજ પર મૂકાયા હતા.

ગુજરાત વિધાનસભાના સચિવ ડી. એમ. પટેલ દ્વારા ચૌદમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં થયેલી મહત્વના કામકાજની માહિતી જાહેર કરતાં જણાવ્યું હતું કે, આ સત્ર દરમિયાન કુલ 28 બેઠકો મળી હતી. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ 115 કલાક 15 મીનીટ કામ કર્યું હતું. સત્ર દરમિયાન કુલ 150 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. સત્ર દરમિયાન કુલ 16 સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં 2021-22ના વર્ષનું આ પ્રથમ સત્ર હોવાથી બંધારણની કલમ 176 ( 1 ) અન્વયે સત્રની શરૂઆત તા.1-3-21ના રોજ રાજયપાલના સંબોધનથી થઇ હતી. ઉક્ત દિવસે સભ્ય આત્મારામ પરમારે રાજયપાલે સભાગૃહ સમક્ષ કરેલા સંબોધન બદલ તેમનો આભાર માનતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સભાગૃહની ત્રણ બેઠકોમાં વિસ્તૃત ચર્ચા બાદ તા.6-3-21ના રોજ સભાગૃહ દ્વારા આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. સત્ર દરમિયાન તા. 3-3-21ના રોજ નાણાંકીય વર્ષ 2021-22 માટેનું 22,70,28,78,800નું અંદાજપત્ર વર્ષ 2020-21 માટેનું તથા 1,14,40,59,01,000નું ખર્ચનું પુરક પત્રક તથા વર્ષ 2012-13 માટેનું 2,47,59,11,000નું વધારાનું ખર્ચનું પત્રક રજૂ કરવામાં આવ્યું હતું.

સત્ર દરમિયાન મૌખિક જવાબો માટેના કુલ 8527 તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા હતા. તે પૈકી 145 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત 1155 અતારાંકિત પ્રશ્નોના જવાબો સભાગૃહના મેજ પર મૂકવામાં આવ્યા હતા. ટૂંકી મુદતના 1 પ્રશ્ન પણ ચર્ચાયો હતો. તેમ જ પ્રશ્નના જવાબમાંથી ઉપસ્થિત થતી બાબત અંગે નિયમ 92 હેઠળ અડધા કલાકની બે સૂચનાઓ પર સભાગૃહમાં ચર્ચા થઇ હતી.

વધુમાં જણાવ્યું છે કે, સત્ર દરમિયાન કુલ 16 સરકારી વિધેયકો સભાગૃહે પસાર કર્યા હતા. તેમ જ 3 બિન સરકારી વિધેયકો પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. જયારે 4 બિન સરકારી સંકલ્પો પણ ચર્ચાયા હતા. તે પૈકી બે સંકલ્પોનો સભાગૃહ દ્વારા સ્વીકાર કરાયો હતો અને બે સંકલ્પોનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આ સિવાય સત્રમાં 8 પોઇન્ટ ઓફ ઓર્ડરના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. જયારે સભાગૃહના અવમાનનો એક બનાવ બન્યો હતો.

આ સત્ર દરમિયાન 9 સમિતિઓની બેઠકો મળી હતી. અને જુદી જુદી સમિતિઓના કુલ 19 અહેવાલો સભાગૃહના મેજ પર મૂકવામાં આયા હતા. બંધારણ તથા પ્રવર્તમાન કાયદાની જોગવાઇઓ અન્વયે બોર્ડ / કોર્પોરેશનના 90 અહેવાલો તથા ગુજરાત સરકારના સન 2019-20ના વર્ષના નાણાંકીય હિસાબો અને વિનિયોગ હિસાબો તથા સ્થાનિક ભંડોળ હિસાબના નિરીક્ષકના 2013-14ના વર્ષના મહાનગરપાલિકાઓનો ઓડિટ અહેવાલ સભાગુહના મેજર પર મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુલ 50 સરકારી અધિસૂચનો અને કુલ 4 વટહુક્મો પણ સભાગુહના મેજ પર મૂકવામાં આવ્યા હતા.

(8:41 pm IST)