Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગુજરાત યુનિવર્સિટીની આગામી 12 અને 23 એપ્રિલે શરૂ થનારી પરીક્ષા મોકૂફ :કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે.

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, BA,B.COM,BSC,BBA,BCA,B.EDની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

યુનિ.ના વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સત્તાવાર પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રવર્તમાન કોવિડ-19 મહામારીને ધ્યાને લેતા 12 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે. તો આ સાથે જ એવું પણ કહેવાયું છે કે, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે.

(7:07 pm IST)