Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વિરમગામ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

પોતાના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવી કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. Covid-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવી કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભાજપા સ્થાપના દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કાર્યકર્તાઓને સંબોધનનો કાર્યક્રમ કાર્યકર્તાઓએ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો. પ્રમુખથી લઈને પાયાના કાર્યકર્તા સુધીના તમામ કાર્યકર્તાઓએ પોતાના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો અને ફોટા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કર્યા હતા. આ ઉપરાંત આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે  અમદાવાદ જીલ્લા ભાજપના અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામીની સુચના મુજબ ભારત માતા, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો ફોટો વિરમગામ નગર પાલિકા માં પ્રમુખ અને ઉપપ્રમુખની ઓફિસ પર શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ દ્વારા નગર પાલિકાના પ્રમુખને અર્પણ કરવામાં આવ્યો હતો. વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે પણ ભારત માતા, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ફોટાનું અનાવરણ કરાયું હતું તેમ વિરમગામ શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મુનસરાએ જણાવ્યું હતું.

(6:26 pm IST)