Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ખેડા જિલ્લા એસઓજીએ 20 વર્ષ અગાઉ ચોરી કરીને ફરાર થયેલ શખ્સને ખાત્રજ ચોકડી નજીકથી ઝડપી પોલીસ હવાલે કર્યો

ખેડા:જિલ્લા એસ..જી. પોલીસે ૨૦ વર્ષ પહેલા ચોરી કરીને ફરાર થઈ ગયેલા શખ્સને ખાત્રજ ચોકડીએથી ઝડપી પાડીને વધુ તપાસ અર્થે મહેમદાવાદ પોલીસના હવાલે કર્યો હતો.

 


બનાવ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના કેસરામાં રહેતા અરવિંદ ઉર્ફે ઉદા શકરાભાઈ દેવીપૂજક મહેમદાવાદ પોલીસમાં ૨૦૦૧માં ચોરીનો ગુનો દાખલ થયો હતો. ૨૦ વર્ષથી પોલીસને ચકમો આપી અરવિંદ નાસતો ફરતો હતો. બીજી બાજુ ખેડા જિલ્લામાં મિલકત વિરૂદ્ઘના ગુના શોધવા માટે કામે લાગીની એસ..જી. પોલીસને એવી માહિતી મળી હતી કે મહેમદાવાદ પોલીસ મથકના ચોરીના ગુનાનો આરોપી અરવિંદ દેવીપૂજક ખાત્રજ ચોકડી પાસે આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને અરવિંદ ઉર્ફે ઉદા સકરા દેવીપૂજકને પકડી પાડી મહેમદાવાદ પોલીસને સોંપ્યો છે તસ્કરની પૂછપરછમાં અન્ય ચોરીના ભેદ ખૂલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

(4:40 pm IST)