Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ખેડા:ભાદરણ પોલીસે ખેડા ગામે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી શકુનિઓને 7920ની રકમ સાથે ઝડપી પાડ્યા

ખેડા:ભાદરણ પોલીસે ખેડાસા ગામે આવેલા કે. કે. શેઠના ઈંટોના ભઠ્ઠા નજીક દરોડો પાડતાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતાં શખ્સોમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરીને ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૭૯૨૦ રૂપિયા મળી આવતાં તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા શખ્સોમાં વિજયભાઈ ઉર્ફે પોલી અજીતભાઈ સોલંકી, પિયુષભાઈ ઉર્ફે પપ્પુ કેસરીસિંહ ડાભી, નીલેષભાઈ હરિભાઈ પરમાર અને કલ્પેશભાઈ રાવજીભાઈ પટેલનો સમાવેશ થાય છે.

(4:36 pm IST)