Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે સાંજના સુમારે અપશબ્દો બોલવા બાબતે ઠપકો આપતા ત્રણ શખ્સોએ એક શખ્સને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

ઉમરેઠ:તાલુકાના વણસોલ ગામે ગઈકાલે સાંજના સુમારે ગાળો બોલવાની બાબતે ઠપકો આપતાં ત્રણ શખ્સોએ એકને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુ અને લોખંડના સળિયાથી માર મારીને ખિસ્સામાંથી રોકડા ૨૩૫૦ લૂંટી લેતાં અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી કમલેશભાઈ શિવાભાઈ રોહિત કડિયાકામની મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે કડિયાકામની મજૂરી કરીને ઘરે પરત આવતાં ફળિયામાં રહેતા રાજેશભાઈ કનુભાઈ રોહિત, અશ્વિનભાઈ રમેશભાઈ રોહિત અને રમેશભાઈ હરમાનભાઈ રોહિત કમલેશભાઈના કાકા કનુભાઈને ગમે તેવી ગાળો બોલતા હતા જેથી કમલેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ત્રણેય જણાં ઉશ્કેરાઈ ગયા હતા અને કમલેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. રમેશભાઈએ પોતાની પાસેનો લોખંડનો સળિયો કપાળના ભાગે મારી દીધો હતો.

(4:36 pm IST)