Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગાંધીનગર તાલુકાના સાદરા નજીક ઘણાવર્ષોથી રજૂ કરવામાં આવેલ બ્રિજમાં તંત્રની મંજૂરી હોવા છતાં કામ પૂર્ણ ન થતા લોકોએ હોબાળો મચાવ્યો

ગાંધીનગર:તાલુકાના સાદરા પાસે સાબરમતી નદીમાં બ્રીજ બનાવવા માટે ઘણા વર્ષોથી રજુઆત કરાયાં બાદ તંત્ર દ્વારા ગત વર્ષના બજેટમાં મંજુરી આપવામાં આવી હતી. ત્યારે સાદરાની આસપાસ આવેલાં ૧૦ જેટલાં ગ્રામજનોને પણ બ્રીજની સુવિધા મળશે તેવી આશા બંધાણી હતી પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી સાદરાથી અલુવા વચ્ચે બ્રીજ બનાવવાની કામગીરી નહીં શરૃ કરતાં હાલમાં ગ્રામજનોને સમય અને નાણાંનો વ્યય કરીને અવર જવર કરવી પડે છે. સત્વરે કામગીરી શરૃ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

જે અંતર્ગત ગત વર્ષે બજેટમાં અલુવા - સાદરા વચ્ચે બ્રીજ બનાવવાની મંજુરી આપીને નાણાંની ફાળવણી પણ કરવામાં આવી હતી. આમ બ્રીજ નહીં હોવાના કારણે વિસ્તારના ગ્રામજનોને ગ્રામભારતી - અલુવા તેમજ માણસા તરફ અવર જવર કરવા માટે ૪૦ થી ૪૫ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. તો બીજી તરફ નાણાં અને સમયનો વ્યય પણ બ્રીજના અભાવે થઇ રહ્યો છે. બજેટમાં મંજુર થયેલાં બ્રીજની કામગીરી શરૃ નહીં કરાતાં ગ્રામજનોમાં પણ રોષ ઉભો થયો છે. તો બીજી તરફ વિસ્તારના ખેડૂતો પાકનું વેચાણ કરવા માણસા તરફ આવતાં હોય છે ત્યારે ચોમાસાની મોસમ બાદ નદીમાં કામચલાઉ રસ્તો બનાવીને અવર જવર કરતાં હોય છે તે પણ જોખમી હોય છે.

(4:35 pm IST)