Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કલોલમાં ઉછીના આપેલ પૈસા પરત માંગનાર યુવાન પર મિત્રએ ત્રણ સાગરીતોની મદદથી જીવલેણ હુમલો કરતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

કલોલ:શહેરમાં ઉછીના આપેલા રૃપિયા પરત માંગતા યુવાને તેના મિત્રને માર માર્યો હતો અને ત્યારબાદ અન્ય બે મિત્રો સાથે લાવી ત્રણેય શખ્સો યુવાન ઉપર તુટી પડયા હતા. જે મામલે યુવાનની ફરીયાદના આધારે કલોલ શહેર પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. તો ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.   

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના ડીમાર્ટ સામે ભાવના સોસાયટીના મકાન નં. ખાતે રહેતાં પ્રતિક નટવરલાલ પટેલ ગઈકાલે રાતના સમયે હરીઓમ પાર્લર પાસે ઉભો હતો તે દરમ્યાન સુરભા દરબાર રહે.ઝુલાસણ તેની પાસે આવ્યો હતો. જેથી પ્રતિકે તેને કહયું હતું કે મે તને એક મહિના પહેલા દસ હજાર રૃપિયા ઉછીના આપ્યા હતા તે પરત લેવા માટે બે દિવસ અગાઉ ફોન કર્યો હતો અને તે બે દીવસમાં રૃપિયા આપી દઈશ તેમ કહયું હતું. આજે ત્રણ દિવસ થવા છતાં રૃપિયા આપ્યા નથી જેના પગલે સુરભા ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રતિકને માર માર્યો હતો. પૈસા પાછા નહીં આપું તેમ કહી જતો રહયો હતો અને થોડા સમય બાદ તેના બે અન્ય બે મિત્રો કલોલમાં રહેતાં ગૌતમ ઠાકોર અને હરીશ બારોટને લઈ આવ્યો હતો અને ત્રણેય જણાએ પ્રતિક પટેલને માર માર્યો હતો. ત્યારબાદ અન્ય લોકો ત્યાં આવી જતાં પ્રતિકને વધુ મારમાંથી છોડાવ્યો હતો. હાલ અંગે કલોલ શહેર પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

(4:35 pm IST)