Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વડોદરા નજીક ગામમાં રહેતી ધો-9ની વિદ્યાર્થીની સાથે લગ્ન કરવા ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: નજીકના એક ગામમાં રહેતી ધોરણ-૯ની વિદ્યાર્થિની સાથે લગ્ન કરવા માટે પાછળ પડી ગયેલા યુવાને તેની  સતામણી કરી ઘેર જઇ ધમકી આપી હતી. ઇંટોલા ગામના  છેલબટાઉ યુવાન અને તેના ભાઇ સહિત ચારની પોલીસે અટકાયત કરી છે.

અંગેની વિગત એવી છે કે ઇંટોલા સ્ટેશન પાસે કૃષ્ણકૃપા સોસાયટીમાં રહેતો ૨૧ વર્ષનો નરેશ સુમનભાઇ વસાવા ૧૪ વર્ષની સગીરાની પાછળ પડી ગયો હતો. છેલ્લા એક વર્ષથી સગીરાને ફોન કરી ધમકી આપતો હતો કે મારી સાથે લગ્ન કરી લે નહીં તો હું મરી જઇશ. એક દિવસ નરેશે સગીરાને ૩૨ ફોન કર્યા હતા પરંતુ સગીરાએ ફોન ઉપાડયો   હતો અને બાદમાં થોડા દિવસો બાદ નરેશે સગીરાને વીડિયોકોલ કરી તું મારી સાથે ચાલ આપણે ભાગી જઇએ તેમ કહી પોતે મરી જવાની ફરી ધમકી આપી હતી.

સગીરા સ્કૂલમાં જતી ત્યારે પણ નરેશ તેમજ તેના મિત્રો સ્કૂલમાં પહોંચી જતા અને ધમકી આપી જતા રહેતા હતાં. તા.૨૩ માર્ચના રોજ નરેશ અને તેનો ભાઇ પ્રકાશ,   બંનએ સગીરાના ઘેર જઇને ધમકી આપી હતી કે તારે મારી સાથે લગ્ન કરવા પડશે અને સગીરાના પિતાને જણાવેલ કે અમે કોઇથી ડરતા નથી, પોલીસ અમારુ કશું બગાડી નહી શકે. નરેશ તેમજ તેના ભાઇની ધમકીઓથી કંટાળી જઇ આખરે સગીરાના પિતાએ  વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેશ વસાવા તેનો ભાઇ પ્રકાશ અને મિત્રો દર્પણ હિતેશ પરમાર, રણજીત મેવાલાલ યાદવને ઝડપી પાડયા હતાં.

(4:34 pm IST)