Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વડોદરા:કરજણ હાઇવે નજીક સુરતના પરિવારને ચપ્પુ બતાવી 6 લાખ લૂંટી લેનાર ગઠિયાને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા : કરજણ  હાઇવે પર કંડારી નજીક સુરતના પરિવારના સભ્યોને એરગન તેમજ ચપ્પુ  બતાવી રૃા..૦૭ લાખની લૂંટના ગુનાનો ભેદ ઉકેલી જિલ્લા પોલીસે અમદાવાદ જિલ્લાના ધોળકાના નામચીન બે ભાઇઓ  પૈકી એકને ઝડપી પાડયો છે જ્યારે તેના ભાઇની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અંગેની વિગત એવી છે કે સુરતમાં રહેતા સંદિપ વાડીલાલ મહેતા તા.૧૭ માર્ચની સાંજે ઇનોવા ગાડીમાં ડ્રાઇવર સાથે વડોદરા તરફ જતા કંડારી ગામની સીમમાં ગાડી ઉભી રાખી હતી ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ એરગન અને ચપ્પુ બતાવી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૃા..૦૭ લાખની લૂંટ કરી હતી. બનાવની ફરિયાદ કરજણ પોલીસમાં નોધાઇ  હતી.

લૂંટના ગુનામાં જિલ્લા એલસીબી, એસઓજી તેમજ કરજણ પોલીસે તપાસ હાથ ધરી હતી. બંને આરોપીના વર્ણનના આધારે સ્કેચ તેમજ સ્પોર્ટસ બાઇકના આધારે આરોપીઓની ધરપકડ માટે ટીમો  બનાવવામાં આવી હતી. કરજણ હાઇવે પર તેમજ અન્ય જગ્યાઓ મળી કુલ ૧૫૦ કિ.મી. વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતાં. દરમિયાન પોલીસના બાતમીદારો દ્વારા એવું જાણવા મળ્યું  હતું કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટાછાપરા ગામે ઘોઘાભાઇ ઠાકોરના ઇંટોના ભઠ્ઠા પર કામ કરતા શ્રવણ રમેશભાઇ ઓડ અને તેના ભાઇ અશોકે લૂંટ કરી છે.

(4:34 pm IST)