Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વડોદરાના આજવારોડ વિસ્તારમાં પરિણીતા સહીત સાસુ પર એસિડ ફેંકવાની ધમકી આપનાર નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના આજવારોડ લકુલેશનગરમાં રહેતી પરિણીતાના ઘરે તેના પહેલા પતિએ આવીને એસિડ નાંખવાની ધમકી આપી  હતી.જેની ફરિયાદ કરવા માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગયેલા લોકો  સાથે એક પોલીસજવાને બેહૂદુ વર્તન કરીને બીભત્સ ગાળો આપી પૂરી દેવાની ધમકી આપી હતી.

 

લકુલેશનગરમાં રહેતા અંજનાબેન જયંતકુમાર ગાગુડેએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે,ગઇકાલે સવારે દશ વાગ્યે હું ઘરે હતી, તે સમયે મારી પુત્રી રાગિણીનો પતિ આરીફ રસુલભાઇ સોલંકી (રહે.એકતાનગર,આજવારોડ ) મારા ઘરે આવ્યો હતો.તેણે મને કહ્યુ હતું કે,મારે મારી છોકરીને મળવુ છે.પણ મેં તેને કહ્યુ હતું કે,કોર્ટમાં કેસ ચાલે છે.તું ત્યાં મળી લેજે.મારો જવાબ સાંભળીને આરીફ એકદમ ઉશ્કેરાઇ  ગયો હતો.તેેણે મને તથા મારી પુત્રીને બીભત્સ ગાળો આપી ધક્કો મારી નીચે જમીન પર પાડી દઇ અમારી પર એસિડ નાંખવાની ધમકી આપી  હતી.મેં પોલીસ કંટ્રોલરૃમમાં કોલ કરતા આરીફ ભાગી ગયો હતો.બાપોદ પોલીસે અંગે ગુનો દાખલ કર્યો છે.

પરંતુ,ગઇકાલે બનાવ અંગે બાપોદ પોલીસસ્ટેશનમાં ફરિયાદી ગયા ત્યારે તેમની સાથે હિન્દુ સંગઠનના કેટલાક કાર્યકરો  પણ ગયા હતા.પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાને તેમની સાથે બેહૂદુ વર્તન કરી ગંદી ગાળો આપી હતી.

(4:33 pm IST)