Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમદાવાદના ઇસનપુરમાં જાહેરમાં પતિએ પુત્ર સહીત ભાઈની મદદ લઇ પત્ની પર શંકા કરી જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરનાઇસનપુરમાં જાહેરમાં પતિ-પુત્ર અને દિયરે મહિલા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો, પોલીસ તપાસમાં મહિલા તેની બહેન સાથે ફોન પર વાતો કરતી હતી, જ્યાં શંકાશીલ પતિએ કૃત્ય આચર્યું હતું. ઇસનપુર વિસ્તારમાં ઇશ્વરનગકર બસ સ્ટેન્ડ પાસે બાબા પટેલની ચાલીમાં રહેતા ગીતાબહેન કનુભાઇ દેવીપૂજકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ કનુંભાઇ મહાદેવભાઇ દેવીપુજક તથા પુત્ર સુનીલ અને દિયર રાજુભાઇ મહાદેવભાઇ દેવીપૂજક સામે ફરિયાદ નોધાવી છે કે મહિલા ગઇ કાલે સાંજે ફોેન પર પોતાની બહેન સાથે વાતચીત કરતી હતી. સમયે પતિએ આવીને કહ્યું કે ક્યાની તું ફોન પર કોની સાથે વાતો કરે છે તેમ કહીને ઉશ્કેરાઇને પાઇપથી પત્ની પર હુમલો કર્યો હતો એટલું નહી મહિલાના પુત્ર અને દિયરે પણ  પાઇપ અને લાકડીથી ઢોર માર માર્યો હતો, ગંભીર રીતે  ઘાયલ મહિલાને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, હાલમાં મહિલા સારવાર હેઠળ છે.

(4:32 pm IST)