Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગુજરાત હાઇકોર્ટે ગુજરાતની સ્થિતિ 'આઉટ ઓફ કંટ્રોલ' ગણાવી ૩ કે ૪ દિવસ માટે કર્ફયુ કે લોકડાઉનનું સૂચન કર્યુ છેઃ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે આજે કોરોનાની ચેઇન તોડવા માટે ૩ કે ૪ દિવસ માટે કર્ફયુ કે લોકડાઉન લાદવાની સલાહ આપી છેઃ હાઇકોર્ટે ગુજરાતમાં કોવિડની સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ હોવાનું જણાવ્યુ છેઃ ન્યાયધીશોએ વાયરસને રોકવા આવા કડક પગલા હોવાનું જણાવ્યુ છેઃ ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે હાઇકોર્ટના નિર્દેશ ઉપર વિચારણા કરવા સરકાર તૈયાર છેઃ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છેઃ લોકડાઉન મામલે રાજ્ય સરકારની સ્થિતિ 'કેચ ૨૨' હોવાનું પણ તેમણે સ્વિકાર્યુ હતુઃ તેમણે કહ્યુ હતુ કે રાજ્ય સરકારી કોઇપણ ભોગે કોરોનાને કાબુમાં લેવા માંગે છે અને તે માટે તૈયાર પણ છેઃ રાજ્ય સરકારને કોઇ ટકોર નથી કરી પણ સૂચન કર્યુ છે

(4:18 pm IST)