Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

૮૦ વટાવી ગયેલા શંકરસિહ વાઘેલાનો પથરાળ જમીન પર કોદાળી મારી કીસાન આંદોલનને નવપલ્લવિત કરવાનો પ્રયાસ

કડકડતી ઠંડીમાં સિંધુ બોર્ડર પહોચનાર 'બાપુ' પ્રથમ હતા

ત્રણ નવા ક્રુષિ કાયદા વિરૂદ્ધ એકસો વીસ દીવસથી ચાલી રહેલા આંદોલન ની ગુજરાતમાં કોઈ અસર ન્હોતી. આ આંદોલન દરમિયાન બે વખત ભારત બંધ અને એક વખત રેલ રોકો જેવા રાષ્ટ્રીય કોલ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં બંધના કોલ માં એક ગામ પણ ના બંધ રહ્યુ ના બંધ કરાવવા નો કોઈ પ્રયાસ થયો. રેલ રોકો દરમિયાન પણ ગુજરાતમાં આવીજ સ્થિતિ જોવા મળી. આનો મતલબ સત્તાપક્ષ ગુજરાતના ખેડુતો સુખી છે, આ કાયદાઓના સમર્થન માં છે એવો કાઢે તે સ્વાભાવિક છે. વળી સ્થાનિક સ્વરાજની ચુટણીમા મળેલા જનસમર્થને ભાજપના દાવા પર મહોર મારી (જોકે સૌ જાણે છે કે વિકલ્પ ના હોવાનો લાભ જ ભાજપ મેળવતો આવ્યો છે) હકીકતે ગુજરાતમાં આ ખેડુત આંદોલનનુ નેત્રુત્વ કરવાનો પ્રયાસ કરવાની કોઈએ તસ્દી જ ન્હોતી લીધી . બધાનુ થશે એ આપડુ થશે એવી મનઃસ્થિતિ ખેડુતોની પણ ખરી. સરકાર કોઈનુ ક્યાં સાંભળે છે એવો હતાશા નો ભાવ પણ ખેડુતોની નિષ્ક્રિયતા પાછળ હશે. સબળ નેતૃત્વ સક્ષમ ચહેરાની ઉણપ પણ આંદોલન ઉભુ ના થવાનુ કારણ હોઈ શકે.

આખરે શંકરસિંહ બાપુ ને ગુજરાતના ખેડુતો નધણીયાતા હોય એવી સ્થિતિ અખરવા લાગી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ કાળા કાયદાઓ નો પડઘો મતપેટીમાં ના પડ્યો ત્યારે શંકરસિંહે પથરાળ જમીન પર કોદાળી મારી આંદોલનને નવપલ્લવિત કરવાનો નિર્ણય કર્યો. ગુજરાતમાં આ આગ પ્રકટાવવા ના પ્રયાસરૂપે જ કડકડતી ટાઢમા બાપુ સીંધુ બોડર પર પહોંચનાર પહેલા ગુજરાતી નેતા હતા . કીસાન મોરચા ના અગ્રણીઓ સાથે લાંબા સમયથી સંપર્કમાં રહેનાર શંકરસિહ બાપુ

લડ્યા વિના શરણાગતિ સ્વીકારી લેવાના બદલે લડી લેવાનો નિર્ણય લીધો

જે રીતે ભારતીય કીસાન મોરચા ના પ્રવકતાની ચાલુ પ્રેસવાર્તામા ધરપકડ કરાઈ એ જોતા ટીકૈત બાપુનો બે દીવસનો કાર્યક્રમ થશે કે કેમ એની શંકાઓ હતી .બાપુ એ આ બાબતે એમના મીજાજ મુજબ ઉત્તર વાળ્યો હતો કે પડશે એવા દેવાશે અને શાન મા સમજી ગયેલી શંકરસિહને જાણતી સરકારે વચ્ચે પડવાનુ ટાળ્યુ અને બે દીવસનો આ નિરાશા વચ્ચે આશા જગાડવાનો પહેલો પ્રયાસ સફળ થયો . શંકરસિંહે ખેડુતો સાથે સંવાદ દરમિયાન ચોખ્ખુ પરખાવ્યુ કે  અમે પારકુ દુખ વ્હોરી લીધુ છે ૅ મતલબ તમે જેને પોતીકા ગણી આંખો મીચી સમર્થન આપો છો એમના જ દ્વારા તમે બરબાદ થઈ રહ્યા છો ત્યારે અમે તમારી લડાઈ લડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ . બાપુએ રાકેશ ટીકૈત ને ગુજરાતની ધરતી પર બોલાવી મરજી મુજબ ફેરવી ગુજરાતને પોતાની બાપીકી જાગીર સમજી બેઠેલ સત્તાધીશો ને સીધો સંદેશ આપ્યો છે કે ગુજરાતના ખમીર સાવ મરી પરવાર્યુ નથી .સાથેસાથે ખેડુતોને પણ સધીયારો આપી બહાર નીકળવા વાતાવરણ પુરૂ પાડતો સંદેશ આપ્યો કે ૅહુ હજુ જીવુ છુ , બસ તમે તમારૂ જમીર મરવા ના દેશોૅ.

શંકરસિહના ગુજરાતની મુંગી પ્રજાના ખમીર ને ઢંઢોળવાનો આ પ્રયાસ સફળ થાય છે કે નહી એ મહત્વનું નથી પરંતુ ગુજરાતમાં કોઈ આંદોલન થઈ જ ના શકે એવા અહંકાર સામે નાસીપાસ થયેલાઓ માં ઉર્જા પેદા થાય તો પણ ઘણુ કહેવાશે. રાકેશ ટીકૈતે ગુજરાત નુ સેન્ટર તો બાપુ જ છે એવો ઈશારો કરવા સાથે યુવાનો ના નીકળ્યા ત્યારે આ બુઝુર્ગ શેર ને નીકળવુ પડ્યુ એમ કહી લોકોમા વ્યાપ્ત નિરાશા પર નિશાન સાધ્યુ. જો ગુજરાતની જમીન રીલાયન્સ ને અપાઈ ત્યારે ગુજરાતના ખેડુતો મૌનના રહ્યા હોત તો દેશ આખાયની જમીન કબ્જે કરવાની હીમંત સરકાર ના કરી શકત એવુ કહી ગુજરાત મોડેલ  પર પ્રહાર કર્યા. સૌથી ધ્યાન ખેચનારી બાબત એ છે કે ઉતર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના આ ટુકા પ્રવાસ દરમાયાન સરકારને આડે હાથ લેનાર આ બે દબંગ નેતાઓની આડે આવવાની હીમંત સરકારે નથી કરી. ટુકમા આગને હવા આપવાનુ કામ કરવાથી બચી છે .આગળ જોવાનુ રહ્યુ કે ગુજરાતનો ખેડુત, રાજકીય પક્ષો, કીસાન સંગઠન એકજુટ થઈ બાપુ ની પડખે આવે છે કે અંદરો અંદર અડકો દડકો રમ્યા કરે છે.

આલેખન :

પાર્થેસ પટેલ

(4:08 pm IST)