Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોંગ્રેસ ગાંધીનગરને અદભુત બનાવશેઃ ચૂંટણી ઢંઢેરો જાહેર

રાજકોટ, તા., ૬: ગાંધીનગરની ચૂ઼ંટણી માટે કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી સહિતની ઉપસ્થિતિમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો બહાર પડાયો છે.

જેમાં અદ્ભૂત ગાંધીનગર કોંગ્રેસ બનાવશે અને શિક્ષણમાં અગ્રીમ, આરોગ્યના અવ્વલ, આઇકોનિક, બેરોજગાર મુકત, સ્લમ ફ્રી ટેક્ષનું ભારણ નહી  સહિતના મુદ્દાઓને આવરી લેવાયા છે. આ ઉપરાંત ગાંધીનગરના ૧૦,૦૦૦ બેરોજગારોને રોજગાર આપવાની કોંગ્રેસની ગેરંટી. ગાંધીનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના દરેક વિભાગોમાં કોંગ્રેસ કોન્ટ્રાકટ સિસ્ટમ અને ખાનગીકરણની સંપૂર્ણ નાબુદી કરી સરકારી ભરતીઓનો અમલ કરશે.

૧૦૦ વીજ યુનિટ સુધી ઇલેકટ્રીસીટી બીલમાં કોંગ્રેેસ ૧૦૦ ટકા સંપૂર્ણ માફી આપશે.

ગાંધીનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં કોંગ્રેસ ઇંગ્લીશ મીડિયમ સહિતની મોર્ડન સ્કુલોનું નિર્માણ કરી વિદ્યાર્થીઓને ફ્રી એજયુકેશન (ફકત શિક્ષણ) આપશે.

મહિલાઓ, પોલીસ અને આર્મીમેનને સિટી બસમાં કોંગ્રેસ શાસનમાં મફત મુસાફરીનો લાભ મળશે.

ગાંધીનગર શહેરમાં મિલ્કતવેરા (પ્રોપર્ટી ટેક્ષ)ના માળખાની પુનઃ સમીક્ષા કરાશે.

ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાયેલા ગામડા અને વિસ્તારોને શહેરી સુવિધાઓ ન પહોંચે ત્યાં સુધી કોઇ ટેકસ નહીં લેવાનું કોંગ્રેસનું અભય વચન આપ્યું છે.

(4:06 pm IST)