Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગુજરાતમાં આવવા માટે પાસપોર્ટ-વિઝાની જરૂર પડશે એટલે અમે દસ્તાવેજો સાથે જ લઇ આવ્યા હતા

ખેડૂતોના મગજમાંથી ડર ભગાવવા માટે શાંતિપૂર્વક આંદોલન શરૂ કરીશું: રાકેશ ટિકૈત

અમદાવાદઃ દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂતોની સાથે કિસાન બિલ ૨૦૨૦ નો વિરોધ કરતા કિસાન નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે છે. ખેડૂતનેતા રાકેશ ટિકૈતે બે દિવસની મુલાકાત દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન પણ કર્યાં હતા.

 

 તેમણે કહ્યું કે ગુજરાતના ખેડૂતોએ જાગવું પડશે અને મજબૂત લડત આપવી પડશે. એક અશ્રુવાયુનો ગોળો અથવા જેલભરોથી ડરવાની જરૂર નથી. અમને તો લાગ્યું કે ગુજરાતમાં આવવા માટે પાસપોર્ટ-વિઝાની જરૂર પડશે. એટલે અમે દસ્તાવેજો સાથે લઈને જ આવ્યા હતા.

 સાબરમતી આશ્રમમાં મીડીયા સંબોધનમાં રાકેશ ટિકૈતએ દાવા સાથે કહ્યું કે ગુજરાતનાં ખેડૂતો નાખુશ અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અહિયાંનાં ખેડૂતો આંદોલન ન થવાનાં કારણે પરેશાન છે. તેઓ જબરજસ્તી ખુશ છે. તેમને એ પણ દાવા સાથે કહ્યું કે બનાસકાંઠાનાં ખેડૂતો ત્રણ રૂપિયા પ્રતિ કિલોગ્રામ બટેટા વેચવા માટે મજબૂર છે. તેમને કહ્યું કે ખેડૂતો નાં મગજમાંથી ડર હટાવવા માટે શાંતિ પૂર્ણ આંદોલન શરૂ કરશું.

 દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહયું કે, બે મહિનામાં ગુજરાતના ખેડૂતો રસ્તા ઉપર ઉતરશે અને આંદોલન કરશે. ખેડૂતો આંદોલન કરશે અને લડાઈ લડશે. પ્રેસ પણ કેદમાં છે. પ્રેસની આઝાદી માટે પણ લડાઈ લડવામાં આવશે. ટ્રેકટરથી આંદોલન થશે. પોલીસ ખેડૂતોને પકડવા જશે તો ખેડૂતો પશુ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થશે તેવું જણાવ્યું હતું. 

(3:29 pm IST)