Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોઇ જાતની કલુ વગર માસૂમ બાળકીને શોધી, અફસોસ બાળકીને સંભાળવા પરિવાર હાજર ન હતું

મૂળ રાજકોટના વતની એવા સુરત એસીપી જયકુમાર પંડયાની વ્યથા : આખરે એ માસુમ બાળકીને ચિલ્ડ્રન હોમમાં મુકવાની સુરત પોલીસની ફરજ પડી, જેનું કોઇ નથી તેવા સામાન્ય લોકો તરફ સીપીના માનવીય અભિગમની અસર સમગ્ર પોલીસ તંત્ર પર સુધી અસર કરી છે

રાજકોટ તા. ૬: સુરત શહેરમાં પરપ્રાંતીય મજૂર પરિવારની સંખ્યા ખુબજ મોટી છે, પતિ, પત્ની બંને કામ પર જતા હોય પાછળથી તેમના સંતાનોનું ધ્યાન આપી શકાતું ન હોવાથી માસૂમ બાળકો લાપતા થવાની સંખ્યા વધવા સાથે પોલીસ માટે પણ જવાબદારી ખૂબ વધી જાય છે, પરંતુ ઇશ્વરી કૃપા અને અમારા પોલીસ કમિશનરશ્રી તથા એડી પોલીસ કમિશનરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓના ખૂબ સહકાર અને તેવો જાતે ફિલ્ડમાં ઉતરતા હોવાથી આવા બનાવવો ઉકેલવામાં સફળતા મળે છે. તેમ સુરતના એસીપી અને મૂળ રાજકોટના વતની એવા જયકુમાર પંડયાએ 'અકિલા' સાથે વાતચીતમાં જણાવેલ.

જયકુમાર પંડયા ટીમ દ્વારા એક ગરીબ પરિવારની માસુમ ૩ વર્ષની માસુમ પુત્રીને પંચમહાલ ઉપડી જનાર આરોપીને કોઇ જાતની કલું ન હોવા છતાં કેવી જહેમતથી ઝડપી લેવાયેલ તેની રસપ્રદ કથા અકિલા સમક્ષ વર્ણવતા જણાવ્યું હતું.

વિધિની વક્રતા વર્ણવતા એસીપી જયકુમાર પંડયા દ્વારા જણાવાયું હતું કે બાળકી નીસિતા ઉર્ફે જીમલીને શોધી પરંતુ પરિવારનો કોઇ અતો પતો નથી, બાળકીને ચિલ્ડ્રન હોમમાં સોંપવાની ફરજ પડી છે.

બાળકીનું અપહરણ કરનારા આરોપી તથા બાળકીના પણ ફોટો ન હોય પોલીસ માટે આ કેસ ચેલેન્જિંગ હતો. પોલીસે પાંડેસરા, વરાછા, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોના રપ૦થી વધુ પોઇન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રેલવે સ્ટેશનના ફૂટેજમાં આરોપીનો કેદ થયો હતો. જો કે, ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. પોલીસે અલગ અલગ ભાષામાં આરોપીના ૧૦ હજારથી વધુ પોસ્ટરો છપાવવા સાથે વસાહતમાં કામ કરતા મજૂરોની પૂછપરછ કરી હતી. આરોપી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોય તે દિશામાં પણ તપાસ કરાઇ હતી. આખરે રેલવે સ્ટેશને આરોપી સંજય આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી તેને સકંજામાં લીધો હતો.

(3:28 pm IST)