Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

માનો, યા ન માનો, પિતા સાથે જોડી બનાવી પુત્ર ચોર ખાના વાળી ઇનોવા દ્વારા આંતર રાજ્ય ડ્રગ્સ સપ્લાયર બનેલ

ગાંજા હેરફેર કૌભાંડ ઓરિસ્સા,આંધ્ર અને મહારાષ્ટ્રના ૧૭૦૦ કિમી સુધી સફળ,ગુજરાત પોલીસે પોલ ખોલી નાખી : સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં નેટવર્કનો પર્દાફાશ કરનાર એસઓજી પીઆઇ વી.બી.બારડ 'અકિલા' સમક્ષ રસપ્રદ વિગતો વર્ણવે છે.

રાજકોટ તા.૬, ગુજરાતમાં ગેરકાયદે ગાંજાની હેરફેર અટકાવવા માટે સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયની સાથો સાથ વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રાથમિકતા આપવામાં આવી હોવાથી વલસાડ એસઓજી પીઆઇ અને ટીમ આદુ ખાઇ આવા ડ્રગ્સ પરપ્રાંતમાંથી ગુજરાતમાં ઘુસાડતી સિન્ડિકેટ પર તવાઈ ઉતરતા વધુ એક વખત ૧૬ કિલો ગાંજા પકડવા સાથે એક પિતા પુત્રની જોડીના રસપ્રદ કારનામા બહાર આવ્યા હોવાનું વાપી પીઆઇ વી. બારડએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.   શ્રી.બારડે જણાવેલ કે નવી પેઢીને ખોખલી કરી નાખી તેમને નશાના બંધાણી બનાવી દેવાના એક પ્રકારની ચાલ જેવી બાબતે અમારી આખી વાપી ટીમને એલર્ટ કરવા સાથે બાતમીદાર વર્તુળ પણ વિસ્તારી દેવાયેલ.

 આવી કવાયત દરમિયાન અમારા પોલીસ સ્ટાફના અરુણ સીતારામને બાતમી મળેલ કે એક ઇનોવા કારમાં ગાંજાનો જથ્થો આવી રહ્યો છે. આવી બાતમી મલી એ સમયે અમારી ટીમ પેટ્રોલીંગમાં હતી, એટલે એલર્ટ બની ચેકીંગ શરૂ કરું અને ઇનોવા કાર ઝડપી લીધી. 

  કારની તલાશી દરમિયાન પ્રાથમિક તબક્કે કંઈ ન મળ્યું,પરંતુ ભૂતકાળના આવા અનુભવ આધારે કારને ફિન્દી નખાતા કારમાં બનાવેલ ચોરખાના નજરે પડયા જેમાંથી ૧૬.૨૪૧ કિલાં ગાંજો મલી આવવા સાથે  ૪ શખ્શો ઝડપાઈ ગયા.                              

પકડાયેલ એરોપીઓ વિશેની રસપ્રદ માહિતી આપતા પીઆઇ વી.બી બારડએ જણાવેલ કે,આરોપીઓ પૈકી ૨ આરોપી શરીફ અને શરીફના પિતા સલીમ મહમદ છે, છેને નવાઈ, ૨ મિત્રો નહિ પરંતુ શરીફ નામ ધરાવતાં શખ્સ દ્વારા પિતા સાથે જોડી બનાવી ભૂતકાળમાં પણ ડ્રગ્સ હેરફેરમાં ઝડપાયેલ. 

    પિતા પુત્રની જોડીને મદદરૂપ થવા માટે મુરલીધર અને પ્રફુલ નામના સાગરીત છે. માત્ર ડીક્કી જ નહિ, સીટ સહિત અન્ય સ્થળે ચોરખાના બનાવી ઓરિસ્સાના અંજામ જિલ્લાથી શરૂ થતી ગાંજા હેરફેર યાત્રા આંધ્ર અને મહારાષ્ટ્ર મળી વાપી ગુજરાત ૧૭૦૦ કિમી યાત્રા દ્વારા વાપી સુધી પહોંચ્યો હતો. વલસાડ એસી પી પદે રાજદીપસિહ ઝાલા નિમાયા બાદ ગુનાખોરીની જળ ખોદવામાં આવી રહી છે. અધૂરામાં પૂરું જિલ્લા પોલીસ વડાને ભૂતકાળમાં પોતાના હાથ નીચે કામ કરી ચૂકેલ પીઆઇ વી.બી.બારડ જેવા વિશ્વાસુ ફરી ટીમમા સામેલ થયા છે.

(3:27 pm IST)