Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

હોટલો દ્વારા કોરોનાના નિયમો માત્ર દેખાવ પૂરતા તંત્રની લાપરવાહીથી કોરોના વધુ ફેલાશે

વલસાડ કલેકટર આર.આર.રાવલની કડક ચેતવણી પણ ભૂલ્યા હોટલ સંચાલકો : જીવદયા પ્રેમી કલેકટર હવે આવા તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરવાના તત્કાલ આદેશ કરશો તો આ લોકો સુધરશે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વલસાડની હાઇવે ની હોટલોમાં કોરોના ની ગાઈડલાઇન માત્ર દેખાવ પૂરતી જ રહી છે વલસાડ જિલ્લા કલેકટર આર. આર. રાવલ ની ચેતવણી ને પણ મજાક સમજી રહ્યા છે હોટલ સંચાલકો તેવી લોકો માં ચર્ચા છે વલસાડની હાઇવે ની હોટલો પર તંત્રના અધિકારીઓ ચેકિંગ કરશો તો તંત્ર ને ખબર પડશો કે કોરોના ની ગાઇડલાઇનનું પાલન કઈ રીતે થય રહ્યુ છે વલસાડ જિલ્લા કલેકટર આર. આર. રાવલ હમેશા લોકો માટે મદદ કરવા તત્પર છે અને માનવતા ભરી વાત કરે છે છતા પણ અમુક હોટલ સંચાલકો કલેકટર ની ચેતવણી મજાક સમજે છે પણ હવે કલેકટર  કાયદા નું શસ્ત્ર ઉગામશો તો આ લોકો ને કાયદા નું ભાન થશો કોરોના ની મહામારીમાં લોકોએ પણ જાગ્રુત થવાની જરૂર છે વલસાડ જિલ્લા માં દિવસે ને દિવસે કોરોના બે લગામ થતો જાય છે ત્યારે લોક જાગ્રુતિ પણ જરૂરી છે અને તંત્ર ને પણ સાથ આપવો એ પણ આપણી ફરજ છે પણ અમુક બુધ્ધીજીવીઓ તંત્ર થી સર્વોચ્ચ થઈ અને મહામારી ભૂલી ને પણ કૉલર ઉચા રાખવામા જ માને છે જે પોતે તો કોરોના નો ભોગ. બનશો પણ બીજા ને પણ બનાવશો આ અટકાવવા જિલ્લા કલેકટર તત્કાલ આદેશ આપી કાર્યવાહી કરવાના આદેશ આપશો તો આવા લોકો સુધરશે.

(1:52 pm IST)