Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સુરત એરપોર્ટ ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુનું રાજ્યપાલ દેવવ્રતજી અને વિજયભાઇ રૂપાણી દ્વારા સ્વાગત

રાજકોટ, તા. ૬ : દાંડી ખાતે યોજાનાર દાંડી માર્ચ સમાપન કાર્યક્રમમાં સહભાગી થવા આજે ગુજરાત આવેલા ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંક્યા નાયડુનું સુરત એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.  આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ, જિલ્લા કલેક્ટરશ્રી, સુરત પોલીસ કમિશનર સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ઉપરાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.

(1:37 pm IST)