Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોરોનાના કહેર વચ્ચે લોકો સંતરા, કિવિ પર તૂટી પડતાં ભાવમાં વધારો

ડોકટર્સે ખૂબ ફળો ખાવાની સલાહ આપતાં શહેરમાં કિંમતો વધી ગઇ : સંતરા ગાયબ, મોસંબી, માલ્ટા, કિવિ, પાઇનેપલનો ઉપાડ પણ વધ્યો

અમદાવાદ, તા.૬: કોરોનાનો કહેર વધાતા લોકો ફ્રૂટ ખાવાનું ચાલુ કરી દીધુ છે. એમાંય ખાસ કરીને કીવી અને સંતરાનો વધુ ઉપયોગ થતા ભાવોમાં અસહ્ય ઉછાળો આવી ગયો છે. જયારે સામાન્ય દિવસોમાં મળતા ફ્રૂટના દોઢા ભાવો થઇ ગયા છે.

સામાન્ય દિવસોમાં સંતરા રૂ.૮૦ થી ૧૦૦ ડઝન મળતી હતી તે હોલસેલ માર્કેટમાં રૂ.૨૦૦ થી ૨૫૦ ડઝન અને નાના વેપારીને વેચાણ કરવા આપવામાં આવતી નથી. જયારે કિવિ સામાન્ય દિવસોમાં રૂ.૧૦ની એક મળતી હતી તે હાલમાં રૂ.૨૫ થી ૪૦માં મળી રહી છે. મોસંબીનો પાંચ ડઝનનો થેલો ૪૦૦ થી ૫૦૦માં મળતો હતો તે અત્યારે રૂ.૬૦૦ થી ૭૦૦માં મળી રહયો છે. જયારે છૂટક મોસંબી એક ડઝન રૂ.૨૫૦ મળી રહી છે.

દેશી સફરજન એક કિલો રૂ.૮૦ કિલો મળતા હતા તે વધીને રૂ.૧૪૦ કિલો, ઇર્મ્પોટેડ સફરજન રૂ.૨૦૦ કિલો મળતા હતા તે વધીને રૂ.૨૭૫ થી ૩૦૦ કિલો, કેળા ડઝન રૂ.૩૦ મળતા હતા તે વધીને રૂ.૫૦ કિલો, માલટા દેશી રૂ.૫૦ હતી તે વધીને રૂ.૮૦ અને વિદેશી માલટા રૂ.૯૦ કિલો થી વધીને રૂ.૧૫૦ કિલો થઇ ગઇ છે. જયારે લીલા નાળિયેર એક રૂ.૩૦ થી વધીને રૂ.૪૦ થી ૬૦ થઇ ગયા છે. પાઇનેપલ રૂ.૫૦ હતુ તે વધીને રૂ.૭૦ થઇ ગયા છે. તળબુચ રૂ.૨૦ થી ૩૦ કિલો, ટેટી રૂ.૩૦ થી ૪૦ કિલો મળી રહી છે. લીલી દ્વાક્ષ કિલો રૂ.૮૦ મળી રહી છે. બીજી તરફ લીંબુના ભાવો સામાન્ય દિવસોમાં રૂ.૬૦ કિલો મળતા હતા તે વધીને અત્યારે રૂ.૧૫૦ થી ૧૬૦ થઇ ગયા છે.

(1:01 pm IST)