Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મહેસાણાના છઠીયારડાના મહંતની દેહત્યાગની જાહેરાતનો ફિયાસ્કો : જાથાથી ટીમ પહોંચી

રાજકોટ : મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના મહંત સપ્તસુને ૪ એપ્રિલના રાત્રીના ૧૦ થી ૧૧ વચ્ચે સમાધી અવસ્થામાં દેહત્યાગ થઇ જવાની જાહેરાત કરી હતી. જીવતા સમાધી જેવી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. પરંતુ હંમેશની માફક આ બનાવનો પણ ફીયાસ્કો થયો હતો. ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવ્યા મુજબ કોરોના સંક્રમણ વચ્ચે પણ ટોળા ભેગા કરવાની મહંતની વાત સામે ભારે નારાજગી જન્મી હતી. જાથાએ પોલીસનો સહયોગ માંગતા ઢીલુ વલણ અપનાવાયુ હતુ. જો કે દેહત્યાગી સમય અવધી પૂર્ણ થયે તુરંત પગલાની પોલીસે ખાત્રી ઉચ્ચારી હતી. જીવતા સમાધિની પત્રીકાઓ ફરતી થવાથી આસપાસના ગામના લોકો પણ ઉમટી પડયા હતા. પરંતુ રાત્રીના ૧૦ પછી મહંતે આંખો બંધ કર્યા બાદ ખાસ્સો સમય વીતી જવા છતા ઉચ્ચારે આગાહી પ્રમાણે દેહત્યાગ થયો નહોતો. અંતે મહંતને ગંભીરતા સમજાય જતા સૌની માફી માંગી કુદરતે સહકાર ન આપ્યો હોવાનું જાહેર કરેલ. ધર્મ ભકિત છોડી દેવા સુધીની તૈયારી દર્શાવી હતી. ઉપસ્થિત લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો. મહંતને પાછલા દરવાજેથી બહાર લઇ જવાયા હતા. પોલીસની હાજરીથી અજુગતુ બનતા અટકયુ હતુ. મહંતે જમીન પચાવી આશ્રમ બનાવ્યાની વાત પણ બહાર આવી હોવાનું જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૬૯) ની યાદીમાં જણાવાયુ છે.

(1:00 pm IST)