Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઓરિસ્સાથી ગાંજો લાવનારા વાપીના 4 ઝડપાયા

વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઇ વી. બી. બારડે તેમની ટીમ સાથે વાપીમાં દરોડો પાડી 16 કિલો ગાંજો પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજાનો વેપલો કરવા માટે 16 કિલો ગાંજો લાવનારા વાપીના પિતા પુત્ર સહિત 4 આરોપીને પોલીસે ગીતાનગર પાસેથી પકડી પાડ્યા હતા. આ આરોપીઓ ઇનોવામાં ચોર ખાનું બનાવી વલસાડ લાવ્યા હતા. જેમની પાસેથી પોલીસે 16 કિલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો.

 વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઇ વી. બી. બારડે તેમની ટીમે બાતમીના પગલે ગીતાનગર માનસી હોટેલ પાછળ મેજેસ્ટીક હોમ સોસાયટીના કમ્પાઉન્ડમાં વોચ ગોઠવી એક ઇનોવા કાર નં. જીજે15સીએ7101 કારને આંતરી તેની જડતી લીધી હતી. જેમાં બનાવેલા ચોર ખાનામાંથી પોલીસે 16 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. તેમજ તેમણે આ ગાંજા સાથે શરીફ મોહંમત સલીમ શેખ, અબ્દુલ રહેમાન જબ્બાર ખલીફા, મુરલીધર ઉર્ફે પપ્પુ દેવરાજ શેટ્ટી અને પ્રફુલ્લા ઉર્ફે પરુ સનિયા શેટ્ટી ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂ. રૂ. 1.62 લાખ નો ગાંજો અને રૂ. 10 લાખની કાર જપ્ત કરી હતી.

(11:52 am IST)