Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સુરતમાં બિહામણી સ્થિતી

સ્મશાનમાં ૬-૮ કલાકનું વેઇટિંગ : જ્યાં જુઓ ત્યાં મૃતદેહની કતારો

સત્તાવાર દૈનિક આંકડો ફકત ૫ જેટલા જાહેર કરવામાં આવ્યો છે જયારે બીજી બાજુ શહેરી વિસ્તારની અલગ-અલગ સ્મશાન ભૂમિઓમાં દરરોજ કુલ ૭૫થી પણ વધારે દર્દીઓના અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થઇ રહ્યાં હોવાની ખુબ ભયંકર સ્થિતિ છે

સુરત,તા.૬:  સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર લાગી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. મૃતદેહોની અંતિમવિધિ માટે લાંબી કતારો જોઈને કોઈને પણ ડર બેસી જાય તેમ છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. શહેરમાં પાલિકા તંત્ર દ્વારા અપાતા મોતના આંક અને સ્મશાનગુહના આંકમાં મોટા ફેરફાર સ્મશાન ગૃહ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે.

આરોગ્ય તંત્ર કોરોના સામેના જંગમાં ઝઝૂમી રહ્યું છે ત્યારે આ જીવલેણ રોગના પ્રતિદિન જાહેર થતાં સરકારી આંકડાઓ તેમજ શહેરની વાસ્તવિક પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફેર હોવાની હકીકત સામે આવી છે.જયારે બીજી તરફ સુરતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયો કોઈને પણ વિચલીત કરી શકે છે. હાલમાં સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ખુબ લાંબી લાઈન લાગી હોવાનો એક વીડિયો સામે આવી રહ્યો છે.

મૃતદેહોની અંતિમવિધિ કરવાં માટે લાંબી લાઈનોને જોઈ કોઈપણ વ્યકિતને ભય લાગી જશે.હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો છે. સમગ્ર શહેરમાં પાલિકા તંત્રએ આપેલ મોતના આંકડા તેમજ સ્મશાનગુહના આંકડામાં ફેરફાર સ્મશાન ગૃહની સાથે જોડાયેલ છે. સમગ્ર શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે.જયારે હવે હાલમાં સ્મશાનભૂમિ પણ મૃતદેહોથી ભરચક થઇ ચૂકી છે.

કોરોનાથી દર્દીઓના મોતનો સત્ત્।ાવાર દૈનિક આંકડો ફકત ૫ જેટલા જાહેર કરવામાં આવ્યો છે જયારે બીજી બાજુ શહેરી વિસ્તારની અલગ-અલગ સ્મશાન ભૂમિઓમાં દરરોજ કુલ ૭૫થી પણ વધારે દર્દીઓના અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થઇ રહ્યાં હોવાની ખુબ ભયંકર સ્થિતિ છે.સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં દર્દીઓ કતારમાં બેઠા છે તો, હવે સ્મશાનમાં પણ કોવિડ પ્રોટોકલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહોની લાઇન લાગી છે.

 વિતેલા ૩ અઠવાડિયાથી કોરોનાની પરિસ્થિતિ પુનઃ ભયાવહ થઇ ચૂકી છે. તેમાં પણ છેલ્લા ૪-૫ દિવસથી જાહેર આરોગ્યનો જાણે દાટ વળી ગયો છે.હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ સંખ્યાબંધ લોકોના મોત થઇ રહ્યાં છે. તેનો પુરાવો અંતિમધામ કહેવાતી સ્મશાનભૂમિના ચોપડે નોંધાયેલ હકીકત બોલી રહી છે. શહેરની પ્રખ્યાત મુખ્ય ૩ સ્મશાનભૂમિઓ એટલે કે, અશ્વિનીકુમાર, ઉમરા તથા જહાંગીરપુરામાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાં માટે સૌથી વધારે લાઇન લાગી છે.

અશ્વનિકુમાર, ઉમરા તથા જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં અડધોઅડધ મૃતદેહોના કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. નામ ન લેવાની શરતે આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે અશ્વિનીકુમાર, ઉમરા તથા જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં દૈનિક આવતી સરેરાશ ડેડબોડીની સંખ્યામાં ૫ દિવસથી એકાએક વધારો જોવા મળ્યો છે.જેમાંથી ૫૦% ડેડબોડીનો કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ નિકાલ કરવામાં આવી રહ્યો છે.

સૌથી વધારે ભંયકર પરિસ્થિતિ છાપરાભાઠામાં આવેલ અશ્વિનીકુમાર સ્મશાનભૂમિમાં નોંધાઇ છે. અહીં કોવિડ સિવાયના સામાન્ય મૃતદેહોની અંતિમવિધિ કરવા માટે ૨ કલાક સુધી રાહ જોવાનો વારો આવ્યો છે.શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડ ખાલી નથી. દર્દીઓને બેડ મળ્યા પછી સારવારમાં સંજીવની કહેવાતા એવાં રેમડેસિવિર તથા ટોસિલીઝુમેબ ઇંજેકશન મળશે કે નહીં? તેની ચિંતા સતાવી રહી છે. જેને કારણે સારવારમાં વિલંબ થઇ રહ્યો છે.સારવાર દરમિયાન મૃત્યુ પામનાર કમનસીબ દર્દીઓની અંતિમક્રિયામાં પણ વિલંબ થઇ રહ્યો છે. આની માટે સ્મશાનભૂમિમાં સતત વધતી જતી લાશોનો આંકડો કારણભૂત હોવાનું જણાઈ રહ્યો છે. છેલ્લા પાંચથી છ દિવસથી શહેરની પ્રખ્યાત મુખ્ય ૩ સ્મશાનભૂમિમાં શબસૈયા ખાલી ન મળતા અંતિમવિધિ માટે કલાકોનું વેઇટિંગ શરૂ થયું છે.

(10:46 am IST)