Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વલસાડ અટક પારડી માટી પ્રકરણમાં ખાણ ખનીજની ટીમે સ્થળ તપાસ ચાલુ કરી

કલેકટર આર.આર. રાવલ એ અકિલા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તત્કાલ કાર્યવાહી થશો તેમના આદેશ બાદ તુરત કાર્યવાહી કરવામા આવી:વલસાડ ખાણ ખનીજ અધિકારીને તપાસ સોંપી હતી જેમાં સોમવારના રોજ ખાણ ખનીજ અધિકારી તથા રોયલ્ટી ઈન્સ્પેક્ટર દ્વારા વલસાડના અટકપારડી ગામે માટી નું ખોદકામ કામ થયેલ હોય ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી હતી

 (કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના અટકપારડી વાંકી નદી કિનારે આવેલી એક ખેડૂતની જમીન માંથી હજારો મેટ્રિક ટન માટી નો એક પણ રૂપિયો ભર્યા વગર બિન્દાસ માટી ખનન  કરનાર ભૂમાફિયા સામે  કલેક્ટરે તપાસના આદેશ આપતા ભૂ માફીયામા ફટફફાટ ફેલાઈ ગયો છે  જે તપાસ ના આધારે વલસાડ ખાન ખનીજ ની ટીમે સ્થળ તપાસ કરી ભૂમાફિયા દંડ કરવાની તજવીજ હાથ ધરી છે વલસાડ તાલુકામાં ભદેલી હિંગળાજ હનુમાન ભાગડા કોસંબા લીલાપુર સેગવી અટકપારડી સેગવી જુજવા રોણવેલ સરોર્ણ સંરોઘી વગેરે ગામોમાં ભૂમાફિયા ઓ રાત દિવસ બેફામ ટ્રક ડમ્પરો ભરીને માટી લઈ જતા હોય છે   ખાણ ખનીજ માં રોયલ્ટી ભર્યા વગર ભૂમાફિયાઓ ગમેતેમ માટી ખોદી રહ્યા છે તેમાં ખાણ ખનીજ અધિકારીઓ કોઈપણ જાતની કાર્યવાહી કરતા નથી જેથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે જે કામ ખાણ ખનીજ અધિકારીઓ કરવાનું હોય છે તે કામ વલસાડ પોલીસ કરી રહી છે વલસાડ પોલીસે અત્યાર સુધીમાં ત્રણથી વધુ માટી કે રેતી ભરેલી ટ્રકો ગેરકાયદેસર લઈ જતા હોય છે તે ઝડપી પાડી હતી જ્યારે  વલસાડ નજીકના અટક પારડી ગામે હાઇવે ઉપર આવેલી વાંકી નદી કિનારે એક ખેડૂતની ૫૦ વિધા થી વધુની જમીનમાંથી બિન્દાસ માટી ખોદી લઈ જઈને અટકપારડી ઓવરબીજ ની સામે બિલ્ડર ના પ્લોટમાં પુરાન કર્યું હતું  જેમાં આ ખોદકામ કરનાર મિતેશ પટેલે ખાણ ખનીજ માં એક પણ રૂપિયો રોયલ્ટી ભર્યા વગર ખોદકામ કર્યું હતું હજારો ટન માટી ખોદી નાખી જેમાં સરકારને બહુ મોટું નુકસાન થયું હતું   અટકપારડી ગામના માટી ખોદકામ પ્રકરણના અકિલામાં અહેવાલ પ્રસારીત થતા જે અંગે વલસાડ જિલ્લા  કલેકટર આર આર રાવલે તાત્કાલિક ધોરણે વલસાડ ખાણ ખનીજ અધિકારીને તપાસ સોંપી હતી જેમાં ખાણ ખનીજ અધિકારી તથા રોયલ્ટી ઈન્સ્પેક્ટર દ્વારા વલસાડના અટકપારડી ગામે માટી નું ખોદકામ  કામ થયેલ હોય ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં ત્યાં માટી ખોદકામ થયું હોવાનું જાણવા મળ્યું હતું અને આ અંગે અધિકારીઓએ તપાસ કરી માપણી કરીને  મિતેશ પટેલ ને લાખો રૂપિયાનો દંડ થશે એવું જાણવા મળ્યું છે

Attachments area

(10:37 pm IST)