Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

નર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુની વયના ૧,૪૭,૦૫ર ના લક્ષ્યાંક સામે ૫૫ હજારથી વધુને કોરોના વિરોધી વેક્સીન અપાઇ

દેવલીયા , સિસોદરા , દેડિયાપાડા અને સેલંબામાં બે દિવસ માં પાંચ નવા ધવંતરી રથની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૧ લી એપ્રિલ , ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે રસીકરણની કામગીરી આગળ ધપી રહી છે , તેમ જણાવતાં નર્મદા જિલ્લા આરોગ્ય શાખાના એપીડેમીક ઓફિસર ડૉ.આર.એસ. કશ્યપે જણાવ્યું હતું કે આજે રાજપીપલાના શહેરી વિસ્તારમાં સુપર સ્પેડર તરીકે લારીગલ્લાવાળાઓને વેકસીન આપવાની અને કોવિડ -૧૯ના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાયેલ છે.૧૦૦ થી વધુ લારીગલ્લાવાળાઓનું શાકમાર્કેટમાં સુપરસ્ટેડર તરીકે ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.કોવિડ -૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના સેલંબા, દેડિયાપાડા , સિસોદરા , ગરૂડેશ્વર વગેરે જેવા મોટા ગામોના સરપંચોને વિશ્વાસમાં લઇને આ બધા ગામોના બજારો સાંજના ૬ = ૦૦ વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે બંધ રખાય તેવી અપીલ કરાશે અને તે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરીશું .
ડૉ.આર.એસ.કશ્યપે વધુમાં જણાવ્યું હતુ કે , ૪પ વર્ષથી ઉપરની વયના નાગરિકોને રસીકરણની કામગીરી અંતર્ગત તા .૫ મી એપ્રિલ , ના રોજ બપોરના સુમારે ૧૨ = ૦૦ વાગ્યા સુધીમાં ૭૫૦ વ્યક્તિઓને રસી અપાઇ ચૂકી છે . જિલ્લામાં ૪૫ વર્ષથી વધુની વયના ૧,૪૭,૦૫ર વ્યક્તિ ઓના લક્ષ્યાંક સામે ગઇકાલ સાંજ સુધીમાં ૫૫ હજારથી વધુને રસીકરણ કરીને સિદ્ધિ હાંસલ કરેલ છે .

(10:16 pm IST)