Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

6 એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિત્તે ભાજપ દ્વારા રાજપીપળામાં બિસ્કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 6 એપ્રિલ ના રોજ ભાજપ સ્થાપના દિન નિમિત્તે રાજપીપળા શહેરમાં બિસ્કીટનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમ સવારે 10:00 વાગે રાજપીપળાના મુખ્ય ગાર્ડનની સામે ફૂટપાથ પર રહેતા પરીવાર ના બાળકો ને બિસ્કિટ વિતરણથી શરૂઆત થનાર છે ત્યારબાદ શહેરના આવા અનેક વિસ્તારોના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને વિતરણ કરાશે સાથે સાથે શહેરના દરેક ભાજપના કાર્યકરોએ તથા નગર પાલિકામાં ચૂંટાયેલા સભ્યો એ પોતાના ઘર ઉપર પાર્ટીનો ધ્વજ ફરકાવશે અને દરેક સભ્યોના વોર્ડમાં સફાઈ  અભિયાન તેમજ લોકો ને કોરોના ની રસી જેવા કાર્યક્રમ કરાશે તેમ શહેર પ્રમુખ રમણ સિંહ રાઠોડ,મહામંત્રી અજીતભાઈ પરીખ તથા રાજેન્દ્ર પટેલ દ્વારા જાણવા મળ્યું છે.

(10:18 pm IST)