Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજપીપળા નગરપાલિકાના યુવા સુકાનીઓ દ્વારા વધુ એક લોકઉપયોગી કામગીરી : તોતિંગ જોખમી વૃક્ષો કટિંગ કરાતા રાહત

પાલીકાના યુવા પ્રમુખ અને ઉપપ્રમુખએ સુકાન સંભાળ્યા બાદ અનેક લોકઉપયોગી કામો ઝડપી બન્યા ફોટો jokhami

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા માં તાજેતરમાં જ યુવા પ્રમુખ અને ઉપપ્રમુખ એ પાલિકાનું સુકાન સંભાળ્યું છે તે બાદ એક બાદ એક વર્ષોથી ખોરંભે પડેલા લોકઉપયોગી કામો થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસો માં આ યુવા સુકાનીઓ હજુ અનેક વિકાસના કામો કરશે તેવો પ્રજાને પણ હવે વિશ્વાસ બેઠો છે.
રાજપીપળા ગવર્મેન્ટ હાઈસ્કૂલ બહારના મુખ્ય માર્ગ ઉપર આવેલા ટેમ્પો સ્ટેન્ડ પર 25 જેવા ટેમ્પો ઉભા રહી છે બાજુમાં પોલીસ સ્ટેશન,બેંક,શૌચાલય સહિતની સુવિધાઓ આવેલી હોય આ જગ્યા પર રાહદારીઓ અને વાહનો ની મોટી અવર જવર રહે છે ત્યારે ત્યાં ગવર્મેન્ટ સ્કૂલ માં રોડ ને ટચ તોતિંગ ઘટાદાર વૃક્ષો વર્ષો જુના છે જેમાં મોટાભાગના જોખમી ગમે ત્યારે પડે તો જીવલેણ સાબિત થાય તેવા હતા અગાઉ આ બાબતે લોકોની રજુઆત બાદ પણ ખાસ ધ્યાન અપાયું ન હતું પરંતુ યુવા સુકાનીઓ ના કાને આ બાબત પડતાજ યુદ્ધ ના ધોરણે આવા જોખમી વૃક્ષો મૂળ માંથી નહિ પરંતુ તેના જોખમી ભાગો કટિંગ ની કામગીરી પૂર્ણ કરતા જ લોકોના માથે મંડરાતું જોખમ દૂર થતા સ્થાનિકો એ રાહતનો શ્વાસ લીધો હતો સાથે સાથે સૌએ પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ રવિ(હેમંત)માછી ની કામગીરી બિરદાવી આભર વ્યક્ત કર્યો હતો.

(10:06 pm IST)