Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોણ જવાબદાર ? : જીતનગર નર્સિંગ સ્કૂલની 30 થી વધુ તાલીમાર્થીઓ કોરોના સંક્રમિત થવા છતાં સ્કૂલ-હોસ્ટેલ કાર્યરત

રાજ્યમાં કોરોના ના કેસો વધતા હોવા છતાં હોળી-ધુળેટી પર્વ માં રજા લઇ વતન ગયેલી વિદ્યાર્થીનીઓ ને રજા કેમ અપાઈ જેવા સવાલો ઉઠ્યા: જિલ્લા બહાર વતન ગયેલી તાલીમાર્થીઓ જ્યારે નર્મદા માં પરત ફરી ત્યારે કોવિડ ટેસ્ટ કેમ ન કરવામાં આવ્યા.?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના જીતનગર ખાતે કાર્યરત નર્સિંગ સ્કૂલની તાલીમાર્થીઓ કોરોના સંક્રમિત થવા છતાં સ્કૂલ,હોસ્ટેલ ચાલુ રખાઈ હોવાનું જાણવા મળ્યું છે
 પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદ તાલુકાના જીતનગર ખાતે ચાલતી નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલની અંદાજે 34 જેવી તાલીમાર્થીઓ ચારેક દિવસમાં કોરોના પોજેટિવ આવતા ત્યાં ગભરાટ ફેલાયો છે ત્યારે જાણવા મળ્યા મુજબ હાલ હોળી-ધુળેટીના પર્વમાં આ સ્કૂલની તાલીમાર્થીઓ રજા લઈ પોતાના ઘરે અન્ય જિલ્લાઓમાં ગઇ હોય ત્યાંથી કદાચ કોરોના સંક્રમિત થઈ હોય તેમ લાગી રહ્યું હતું,જોકે હજુ આ સ્કૂલ અને હોસ્ટેલ ચાલુ જ છે ત્યારે સંચાલકો કેમ આ બાબતે ગંભીર થયા નથી તેવા પણ સવાલ ઉઠ્યા છે.અને અલગ અલગ જિલ્લામાં રહેતી તાલીમાર્થીઓ રજા લઇ ઘરે ગયા બાદ પરત ફરી ત્યારે કેમ તેમનો કોરોના ટેસ્ટ ન કરાવ્યો તેવી પણ ચર્ચા હાલમાં સંભળાઈ છે.ત્યારે રાજ્યમાં કોરોનાના રોકેટ ગતિએ કેસો વધતા હોવા છતાં રજા કેમ અપાઈ અને પરત આવ્યા બાદ કોરોના ટેસ્ટ કરી કેમ સ્કૂલ કે હોસ્ટેલમાં પ્રવેશ ન આપ્યો આ માટે કોણ જવાબદાર કહેવાય તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે.
  આ બાબતે સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે રજામાં એમના ઘરે ગઇ ત્યાંથી કોરોના સંક્રમિત થઇ એવું આપણે કંઈ રીતે કહી શકીએ અને સ્કૂલ હોસ્ટેલ સેનેટાઇઝ કરાવી દીધી છે તથા અન્ય રૂમો ખોલી અલગ અલગ રૂમોમાં તાલીમાર્થીઓ ને સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ તેવી વ્યવસ્થા પણ હાલ માં કરાઈ છે.

(10:05 pm IST)