Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મહાનગરોમાં કોરોના બેકાબૂ : અમદાવાદ શહેરમાં 773 કેસ અને ગ્રામ્યમાં 14 કેસ નોંધાયા : સુરત શહેરમાં 603 કેસ અને ગ્રામ્યમાં 185 કેસ નોંધાતા ભારે ફફડાટ

વડોદરા શહેરમાં 216 કેસ, ગ્રામ્યમાં 114 કેસ નોંધાયા:. રાજકોટ શહેરમાં 283 કેસ અને ગ્રામ્યમાં 28 કેસ નોંધાયા

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 773 કેસ અને ગ્રામ્યમાં 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 603 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 185 કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે  વડોદરા શહેરમાં 216 કેસ, જ્યારે ગ્રામ્યમાં 114 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 283 કેસ અને ગ્રામ્યમાં 28 કેસ નોંધાયા છે.

(9:10 pm IST)