Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમદાવાદમાં RT-PCR ટેસ્ટમાં વધારો કરાયો

૨૦થી ૨૫ ટકા લોકો પોઝિટિવ આવી રહ્યા છે : ૧૫૦૦થી ૧૬૦૦ જેટલા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાં ૨૨થી ૨૫ ટકા પોઝિટિવ આવી રહ્યા છે

અમદાવાદ,તા. : અમદાવાદમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છેતો બીજી તરફ આરટી-પીસીઆર ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છેઅમદાવાદની મોટાભાગની ખાનગી હોસ્પિટલો ભરાઇ જવા આવી છે. સાથે સિવિલ હૉસ્પિટલમાં પણ બેડની સંખ્યા વધારવામાં આવી છે. શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર મેહનત કરતું દેખાય છે. બીજે મેડિકલ કોલેજના ડિન ડો.પ્રણવ શાહે જણાવ્યું હતું કે, બીજે મેડિકલ કોલેજમાં આરટી-પીસીઆર ટેસ્ટ વધારવામાં આવ્યા છે. અગાઉ ૬૦૦થી ૮૦૦ ટેસ્ટ કરવામાં આવતા હતા જે બમણા કરવામાં આવ્યા છે. હાલ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. હાલ ૧૫૦૦થી ૧૬૦૦ જેટલા આરટી-પીસીઆર ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૨થી ૨૫ ટકા પોઝિટિવ આવી રહ્યા છે.

બીજી વખત સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. કયા સ્ટ્રેઇનના વાયરસથી પુનઃ સંક્રમિત થયા છે અંગેનો અભ્યાસ ચાલુ છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ જેવી મોદીએ જણાવ્યું હતું કે, ૬૪૫ દર્દીઓ ૧૨૦૦ બેડમાં દાખલ છે જેમાં ૧૨ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. તેમજ કુલ દર્દીઓના ૭૩ ટકા દર્દીઓ કૃત્રિમ હવા ઉપર સારવાર હેઠળ છે. ૯૨૦ બેડના સ્થાને હવે સિવિલ કેમ્પસમાં હવે ૧૧૦૦ બેડ કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારી અત્યાર સુધીમાં કુલ ૫૪૫ આરોગ્ય કર્મચારીઓ હાલ સુધી સંક્રમિત થયા છે.

તેમજ ૧૨ તબીબો પૈકી સારવાર હેઠળ હોમ આઇસોલેશનમાં છે. જેમાં હોસ્પિટલમાં દાખલ છે. બીજે મેડિકલ કોલેજમાં કોવિડથી મૃત્યુ પામેલા ૨૩ મૃતદેહની ઓટોપસી કરાઈ હતી. ત્યારે હેડ ઓફ ઓટોપસી કલ્પેશ શાહે જણાવ્યું છે કે, કોવિડથી મૃત્યુ પામેલા જુદી જુદી ઉંમરના લોકોનો સમાવેશ કરાયો હતો. જેના સામાન્ય વ્યક્તિના લંગ્સ જે ૪૦૦ ગ્રામના હોય છે, તેનું વજન કોરોનાથી મૃત્યુ પામેલા લોકોમાં ગણું થયેલું જોવા મળ્યું છે. કોરોના થયો હતો તેમના હૃદયમાં પણ ઘણા બદલાવ જોવા મળ્યા હતા. જે મૃતકના સગા ઓટોપસીની પરવાનગી આપે તેમની ઓટોપસી કરી રહ્યા છીએ. કોવિડથી મૃત્યુ પામેલા કોઈપણ વયના વ્યક્તિની ઓટોપસી થઈ શકે છે.

(9:07 pm IST)