Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

વલસાડ જિલ્લામાં કાળઝાળ ઉનાળામાં સીઝનલ બીમારીનો ભરડો : ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો

આકરા તાપથી બચવા બપોરે વધુ બહાર નીકળવું ન જોઈએ.

 

વલસાડ જિલ્લામાં કાળઝાળ ગરમીના દિવસોમાં સીઝનલ બીમારીના કેસમાં વધારો થયો છે જિલ્લામાં એપ્રિલ માસનો પ્રારંભ થતાની સાથે ગરમી શરૂ થઈ છે. તેની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ સિઝનલ બીમારીનો પગ પેસરો શરૂ થતાં સરકારી દવાખાનાઓમાં ઝાડા ઉલ્ટીના સામાન્ય કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે

 . વલસાડના કપરાડા, ધરમપુર, નાનાપોઢા જેવી સરકારી હોસ્પિટલ જ્યાં દિવસ દરમિયાન OPDમાં કુલ 300થી પણ વધુ દર્દીઓ આવતા હતા. તેમાં એપ્રિલ શરૂ થતાં દિવસના સરેરાશ 4 થી 5 ઝાડા ઉલ્ટીના કેસ આવી રહ્યા હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.

   સરકારી દવાખાનાના તબીબે માહિતી આપતા જણાવ્યું કે, ગરમીના દિવસોમાં આકરા તાપથી બચવું જોઈએ. બપોરે વધુ બહાર નીકળવું જોઈએ. તેમજ જો જવાનું થાય તો માથા ઉપર સફેદ રૂમાલ ઢાંકી નીકળવું જોઈએ તો પાણીનો વધુમાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. જેને લઈ ગરમીમાં ડી હાઈડ્રેસનથી બચી શકાય. જોકે હાલ એપ્રિલ વધતા અંતરિયાળ વિસ્તારો ડુંગરિયાળ વિસ્તારોમાંથી ઝાડા ઉલ્ટીના કિસ્સાઓ એકલ દોકલ આવી રહ્યા છે.

(11:31 pm IST)