Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની બાયોપિક ફિલ્મના પ્રમોશન માટે વિવેક ઓબરોય વડોદરામાં: વિદ્યાર્થીઓ સાથે સંવાદ

વડોદરા: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મપીએમ નરેન્દ્ર મોદીના પ્રમોશન માટે અને ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો રોલ નિભાવનાર બોલીવુડના જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય વડોદરા ખાતે આવી પહોચ્યાં છે. જ્યાં વડોદરાની પારૂલ યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે વિવેક ઓબેરોયને સ્ટાર પ્રચારક બનાવ્યા છે.

વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી વિવેક ઓબેરોયની આગામી ફિલ્મ ભારે વિવાદ બાદ આખરે 11 એપ્રિલના રોજ રીલિઝ થશે. અત્યાર સુધીમાં ફિલ્મની રીલિઝ બે વખત ટાળવામાં આવી હતી. ફિલ્મના પ્રમોશન માટે વિવેકે વડોદરાની પારૂલ યુનિવર્સિટીની મુલાકાત આવી પહોંચ્યા હતા. ત્યાં તેમને પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મનું પ્રમોશન કર્યું અને સાથે વિધાર્થીઓ સાથે ફિલ્મને લઈ સંવાદ પણ કર્યો હતો. તે દરમિયાન ફિલ્મના અભિનેતા વિવેક ઓબેરોયે પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં કામ કરવું ગર્વની વાત છે. નરેન્દ્ર મોદી એક સન્માનીય વ્યક્તિ છે.

અનેક મોટી હસ્તીઓએ ફિલ્મની રિલિઝને રોકવા માટેના પ્રયત્ન કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી વિદેશમાં નેતાઓ સાથે આંખમાં આંખ મિલાવી વાત કરે છે. વધુમાં વિવેક ઓબેરોયે રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી કોઈ પણ જાણીતી અટક વિના પ્રધાનમંત્રી બન્યા છે. ત્યારે ભાજપે ગુજરાતના સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી તેમાં ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયના નામનો સમાવેશ કરાતા સૌ કોઈ ચોકી ઉઠયા છે.

(4:32 pm IST)