Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

સુરતના પાડેસરા વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કારખાનુ ઝડપાયુઃ ૨ની ધરપકડ

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે દરોડા પાટીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે અહીંથી રૂ.86 હજારની કિંમતનો ડુપ્લીકેટ દારૂ અને બે વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે ફેક્ટરીનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની વધુ તપાસ શરૂ કરી છે. અહીં, બ્રાન્ડેડ કંપનીની બોટલમાં કેમિકલ મિશ્રીત દારૂ ભરીને તેને બજારમાં વેચવામાં આવતો હતો.

 

સુરતના પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે, કર્મયોગી સોસાયટીના ગણેશ એપોર્ટમેન્ટમાં ડુપ્લીકેટ દારુ બનાવવાનું કારખાનુ ચલાવવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોડી રાતે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસને કેમિકલ, દારુની ખાલી બોટલો મળી આવી હતી.

પોલીસે કારખાનામાંથી તેજમલ ખટીક અને સંપત મેવાડા નામની બે વ્યક્તિને પણ પકડી હતી. બંનેની પુછપરછ કરતાં પોલીસ પણ ચોકી ઉઠી હતી. હાલ દારુના મોટા ભાગના અડ્ડાઓ બંધ છે. જે તકનો લાભ ઉઠાવીને રુપિયા કમાવવાની લાલચમાં શખ્સો દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવવામાં આવતો હતો. કેમિકલ સાથે ડુપ્લીકેટ પ્રવાહી મિશ્રિત કરી હલકી કક્ષાનો દારુ બનાવવામાં આવતો હતો.

(4:30 pm IST)