Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

અમદાવાદના ફતેહવાડીમાં ફાયરિંગ :ચાની લારી ચલાવનાર અસરુદ્દીન શેખની હત્યા:નીમા ફાર્મહાઉસ લૂંટના આરોપી શિવ ઉર્ફે મહાલિંગમે બે રાઉન્ડ ફાયરિંગ કર્યાના અહેવાલ :પોલીસ કાફલો દોડ્યો

અમદાવાદ:અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાંફાયરિંગ થયુ છે જાણવા મળતી વિગત મુજબ ફતેહવાડી કેનાલ પાસે એક ચાની લારી ચલાવનાર નસરૂદ્દીન સમશુદ્દીન શેખ નામના શખ્સની હત્યા થઇ છે. સમગ્ર ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.વધુમાં જાણવા મળ્યા મુજબ ઘટનામાં નીમા ફાર્મહાઉસ લુંટનો આરોપી શિવા ઉર્ફે મહાલિંગમે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે અને પોલીસે અંગે તપાસ હાથ ધરી છે.

(12:17 am IST)