Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

તિસ્‍તા સેતલવાડે મીડિયા સામે નાટકીય અંદાજમાં બે હાથ જોડીને માફી માંગી

અમદાવાદઃ નાણાની ઉચાપત મામલે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા. ક્રાઈમબ્રાન્ચે ચાર કલાક સુધી તેમની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું.

 બહાર આવતાં તિસ્તા મીડિયાને જોઈને ભડક્યાં ગુસ્સામાં આવીને મીડિયા સામે બે હાથ જોડીને કહ્યું કે મને ટોર્ચર ન કરો.

તેમણે મીડિયા સામે નાટકીય અંદાજમાં બે હાથ જોડીને માફી માગી. તેમના પર 1.40 કરોડ જેટલા સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તેમને હાજર થવા નોટિસ આપી હતી.

(6:47 pm IST)