Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

નડિયાદમાં પુરપાટ ઝડપે જતી કાર ગેસ લાઈન સાથે અથડાતા આગ ભભૂકી

નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અનેરી હાઈટ્સ બહાર ગેસ કંપની દ્વારા સર્વિસ રેગ્યુલેટર મુકવામાં આવ્યું છે. સર્વિસ રેગ્યુલેટરથી ફ્લેટ ધારકોના ગેસ કનેકશનમાં કોઇ ખોટકો સર્જાય તો પુરવઠો બંધ કરી રીપેરીંગ કામ હાથ ધરી શકાય. દરમિયાનમાં ગુરૂવારના બપોરે એક પુરપાટ ઝડપે આવતી ગાડીના ચાલકે કાબુ ગુમાવતાં તે સીધું સર્વિસ રેગ્યુલેટર સાથે અથડાઇ હતી અને પલ્ટી મારી ગઈ હતી.

જોકે, અકસ્માતના કારણે સર્વિસ રેગ્યુલેટરને ભારે નુકશાન થયું હતું અને પાઇપ તુટી જતાં ગેસ ફુવારા સાથે ઊડ્યો હતો. હજુ કોઇ કંઇ સમજે તે પહેલા તેમાં આગ પણ ભડકી ઉઠતાં અફડા તફડી મચી ગઈ હતી. અંગે ગેસ કંપનીને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સેફ્ટી વાલ બંધ કરી મરામતની કામગીરી શરૂ કરી હતી. આશરે બે કલાકની જહેમત બાદ સંપૂર્ણ પુરવઠો નિયમિત થયો હતો. બે કલાકમાં દરમિયાન અનેક પરિવારમાં રસોઇ અટકી પડી હતી.

(6:15 pm IST)