Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

વસો દરગાહ નજીકથી પોલીસે બાતમીના આધારે કારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને ઝડપ્યા

વસો:વસો-દેવા રોડ ઉપર દરગાહ નજીકથી ગઈકાલે રાત્રે પોલીસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ તેમજ કાર મળી કુલ રૂ. ૫,૧૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતાં. 

 

વસો પોલીસે ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન રાત્રીના દસ વાગ્યાના સુમારે વસો દેવા રોડ ઉપર દરગાહ નજીકથી કાર નં. જીજે ૭ ડીઆર-૭૧૭૪ને ઊભી રખાવી કાર ચાલકની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો નહતો. જેથી કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની વ્હીસ્કી બોટલ નં. ૧ તથા બીયર ટીન નં. ૪ કિંમત રૂ. ૧૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી કારમાં બેઠેલા ચારેય ઈસમોની અટક કરી પૂછપરછ કરતા કિરપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ, ફમીક કાંતિભાઈ દવે, ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ મહિડા તથા દીલીપસિંહ ભીમસિંહ ગોહેલ (તમામ રે. રધવાણજ, તા. માતર) હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અંગ જડતીમાંથી મોબાઈલ નં. ૩ કિંમત રૂ. ૯,૫૦૦ તથા વિદેશી દારૂ રૂ. ૧૦૦૦ તેમજ કાર રૂ. ૫,૦૦,૦૦૦ ની મળી કુલ રૂ. ૫,૧૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે કાંતિભાઈની ફરિયાદ આધારે વસો પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:10 pm IST)