Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

સુરતના વેપારીને ગેંગસ્ટર રવિ પુજારીના નામે 5 કરોડની ખંડણીની ધમકી

બે દિવસમાં છ કોલ અને મેસેજીસ કરીને પાંચ કરોડની ખંડણી માંગી :અલગ અલગ નંબરથી કોલ કરનાર રવિ પુજારીની તરીકે ઓળખ આપતો

 

સુરત : સુરતના વેપારીને ગેંગસ્ટર રવિ પૂજારીના નામે 5 કરોડની ખંડણીની ધમકી મળી છે  બે દિવસમાં કોલ અને મેસેજીસ કરીને પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી છે. તુ મેરે આદમીનો પાંચ કરોડ રૃપિયે ભેજ દે, વરના તેના ધંધા બંધ કરવા દેંગે, તુઝે ઠોક દેંગે એવી વાત ગેંગસ્ટર દ્વારા કરાંતા વેપારીએ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ આપી હતી.

  ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર દવેએ અંગે  જણાવ્યું હતું કે વેપારીને ૩૦ અને ૩૧મી તાપીખે ધમકીભર્યા કુલ કોલ આવ્યા હતાં. અલગ અલગ નંબરથી કોલ કરનાર વ્યક્તિ પોતાની જાતને રવિ પૂજારી કહેતો હતો. વ્યક્તિએ વેપારીને હત્યાની ધમકી આપી પાંચ કરોડ રૃપિયાની માંગણી કરી છે. કોલ કરનારે વેપારીને કેટલાક મેસેજ પણ કર્યા છે.

  વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર ગેંગસ્ટર રવિ પૂજારીએ તેની જુની સ્ટાઇલમાં વેપારીને ટાર્ગેટ કર્યો છે. તેણે વેપારીને અંડર વર્લ્ડ માફિયાઓ વાપરે છે એવી ભાષામાં ધમકી આપતાં પાંચ કરોડ રૃપિયે મેરે આદમી કો ભેજ દે વરના હમ તુમકો ઠોક દેંગે એવી વાત કરાઇ હતી. તુમ સમજદાર હો, ખૂન ખરાબા કિસકો પસંદ હૈ, એવી ર્ગિભત ધમકી ભરી વાતો તેણે કરી હતી. રવિ પૂજારી તરીકે જુદા જુદા નંબરથી કોલ કરનારે વેપારીને કેટલાક મેસેજ પણ કર્યા છે. મેસેજમાં પાંચ કરોડ રૃપિયા કોને આપવાના છે એનો નંબર પણ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

   ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર વેપારીને હાલ પોલીસ પ્રોટેક્શન પુરુ પાડવામાં આવ્યું છે. તેને કોઇપણ પ્રકારનું નૂકશાન થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. વેપારીને કોલ આવ્યા એમાં નંબર ડિસ્પ્લે થયા હતાં. પાઇવેટ નંબર સ્ક્રીન ઉપર લખાતા હતાં. ટેકનિકલ ટીમે જેના ઉપરથી કોલ આવ્યા નંબર શોધી કાઢયા છે. નંબરના આધારે કોલ દુબઇથી કરાયા હોવાની વાત પણ બહાર આવી છે. ઉપરાંત રવિ પૂજારીએ વેપારીને પૈસા પહોંચાડવા માટે જે કોન્ટેક્ટ નંબર આપ્યાનું કહેવાય છે, નંબરની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા વધું એક વખત શહેરના વેપારીને ધમકી અપાતાં ચકચાર મચી છે. ગેંગસ્ટર અગાઉ પણ સુરતના લેન્ડ ડિલર્સ, બિલ્ડર અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને ધમકી આપી ચૂક્યો છે. ઉપરા છાપરી કોલ કરી બે થી પાંચ કરોડ રૃપિયા ખંડણી માંગી હતી. કોલ વેળા રવિ પૂજારીએ ગેંગસ્ટર કરતાં વધુ વેપારી જેવી વાતો કરી હતી. જેને કોલ કર્યા વ્યક્તિને તે કોની સાથે ઉઠે-બેસે છે. કોને મળે છે, શુ ધંધા કરે છે, કોની સાથે માથાકૂટ છે, ઓફિસ ક્યાં છે. ઘર ક્યાં છે. કંઇ ગાડી વાપરે છે બધી વાત જણાવતો હતો. રીતે પોતે બધી માહિતી લઇ બેઠો છે, અને ઇચ્છે ત્યાં ટાર્ગેટ કરી શકે એવી ધમકી તેના દ્વારા અપાતી આવી છે. સમયે પણ લેન્ડ ડિલર્સ અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં લેખિત ફરિયાદો અપાઇ હતી. જો કે પોલીસે હજુ સુધી તેમાં કશુ ઉકાળ્યું નથી. હવે વેપારીને ધમકી મળી છે. પૂજારીની સ્ટાઇલ જોતા આગામી દિવસોમાં વધુ કોલ આવે એની પુરેપુરી શક્યતાં જોવાઇ રહી છે.

(12:22 am IST)