Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ડેડીયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂનો રૂ. 55,000નો મુદ્દામાલ પકડી પ્રોહી.નાં ગુના દાખલ કર્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં દરરોજ દારૂ અને જુગારનાં કેસ પોલીસ ચોપડે નોંધાઈ છે તેમ છતાં આ ધંધો કેમ બંધ થતો નથી એ એક સવાલ છે ત્યારે હાલમાં ડેડીયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ પકડી ત્રણ સામે ગુના નોંધ્યા છે.

 મળતી વિગતો અનુસાર દેડીયાપાડા પોલીસે સગાઈ ગામ પાસેથી ભીમસિંગભાઇ જાતરભાઇ વસાવા (મુળ રહે.સરીબાર,નિશાળફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા હાલ રહે.કોકી, કાકડાબારફ્ળીયુ તા. દેડીયાપાડા જી.નર્મદા)નાને પોતાના બ્જામાંની ડિયો સ્કુટી ગાડી ઉપર ગે.કા.ઇંગ્લીશ દારૂ વ્હીસ્કી કાચના કવાર્ટરીયા નંગ-૧૨૫ જેની કુલ કિં.રૂ.૧૨,૫૦૦ તથા એક હોન્ડા ડિયો સ્કુટી જેની આશરે કિં.રૂ. ૨૫, ૦૦૦-તથા એક વાદળી કલરનો રેડમી નોટ ૧૦ એસ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની | આશરે કિં.રૂ.૫,૦૦૦ ગણી તમામ પ્રોહી મુદ્દામાલની કુલ કિં.રૂ.૪૨,૫૦૦-જેટલાનો રાખી પ્રોહી મુદ્દામાલ વાહતુક કરી લઈ આવી પકડાઈ ગયો હતો.
જ્યારે સાગબારા પોલીસે મોવી ગામ નજીકથી બજાજ કંપનની ડીસ્ક્વેર મો.સા નંબર GJ.22.F.7558 ના ચાલકે પોતાના કબ્જામાંની મો.સા ઉપર બીયરનાં ટીન જેની કિ.રૂ.૧૨,૦૦૦-ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા પોલીસની નાકાબંધી જોઇને પ્રોહી. મુદ્દામાલને સ્થળ ઉપર નાખીને પોતાની મો.સા લઇને ભાગી જઇ ગુનો કરતા સાગબારા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.

 

(10:34 pm IST)