Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સમારીયા-જુનવદ ગામની સીમમાં આવેલ ખેતરનાં કાચા મકાનમાં આગ લાગતાં લાખોના નુકશાનનો અંદાજ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં સમારીયા-જુનવદ ગામની સીમમાં આવેલ ખેતરમાં બનાવેલ કાચા મકાનમાં આગ લાગતાં તેમના સામાન બળી જતાં લાખોનું નુકશાન થયું હતું

 મળતી માહિતી અનુસાર પોલીસમાં જાણ કરનાર કનુભાઈ ચુનિલાલભાઈ,તડવી( મુળ રહે. મોટાઆંબા, (નવુ બાલમંદીર ફળીયું) તા.ગરુડેશ્વર, જિ.નર્મદા) નાઓના સમારીયા-જુનવદ ગામની સીમમાં આવેલ ખેતરમાં બનાવેલ લાકડાના કાચા ઘરમાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગવાથી ખેતરના લાકડાવાળા કાચા ઘરમાં મુકેલ આશરે સાઈઠ મણ કપાસ, પંદરેક મણ ચોખા, વીસેક કીલો તુવેર, રોકડા રૂપીયા ૪૮,૦૦૦, દવા છાંટવાના બે ઈલેક્ટ્રીક પંપ, બે ઈલેક્ટ્રીક પંખા,એક વજનકાંટો, પ્લાસ્ટીકની ત્રણ તાડપતરી, ત્રણ રોલ પેપર, એક મિક્સર મશીન,પગમાં પહેરવાના ચાંદીના બે સાંકળા કિશાન યોજનામાં મળેલ શાકભાજી વેચવા માટેની છત્રી, ઘાસચારાનું સરકાર દ્વારા મળેલ બિયારણ, ટામેટાના વેલા બાંધવાની પ્લાસ્ટીકની દોરી તથા અન્ય ઘર વપરાશની ચિજવસ્તુઓ વગેરે બળી જતા લાખોનું નુકશાન થવા પામ્યું છે.

 

(10:29 pm IST)