Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સુરતના કોસાડ ગામના ટાંકી ફળિયામાં વૃક્ષ પર વીજળી ખાબકી : ઝાડ સળગી ઉઠયું

દક્ષિણ ગુજરાતમાં માવઠાંથી મોટું નુકશાન :ભારે પવન, વરસાદના લીધે કેરીના પાકના મોર ખરી પડયા

ગુજરાતના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે અને ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડ્યા છે તો ક્યાંક વાવાઝોડું ફુંકાયું છે તેના પગલે નુકસના પણ થયું છે. સુરતના કોસાડ ગામના ટાંકી ફળિયામાં વીજળી પડી હતી તો ફળીયામાં આવેલા વૃક્ષ પર વીજળી પડી હતી. વીજળી પડતા ઝાડ સળગી ઉઠયું હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવાઈ રહ્યો છે.

અનેક સ્થળે વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો હતો. કોસાડ ગામે પણ ઉનાળા વચ્ચે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. તોફાની વીજળી વૃક્ષ પર પડી હતી, જેને કારણે વૃક્ષ પર આગ લાગી હતી. સાથે જ દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. આશરે એક લાખ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું છે. ભારે પવન, વરસાદના લીધે કેરીના પાકના મોર ખરી પડયા છે.

 

(10:23 pm IST)