Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટે મંદિર દ્વારા અલગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

ડાકોર : શ્રી રણછોડજી મંદિર ડાકોર દ્વારા ભક્તો માટે પ્રભુના દર્શનનો સમય, મંગળા આરતી, તેમજ પ્રસાદ ક્યાંથી મળશે અને તા.૦૬, તા.૦૭ અને તા.૦૮માર્ચ ૨૦૨૩ આ ત્રણ દિવસ દરમિયાન મંદિરમાં ફાગણી પુનમના લીધે ભાક્તોનો ભારે ધસારો જોવા મળે છે તેને ધ્યાનમાં રાખીને મંદિર દ્વારા ભક્તો માટે હોળી ઉત્સવને ધ્યાનમાં રાખી અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ફાગણ સુદ ૧૪, તા.૦૬/૦૩/૨૩ સોમવારનાં રોજ શ્રી રણછોડજી મંદિર, ડાકોર ખાતે સવારે ૦૫.૦૦ વાગે મંગળા આરતી થશે, સવારે ૦૫.૦૦ થી ૦૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે ૦૮.૩૦ થી ૦૧.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે ૦૧.૩૦ થી ૦૨.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે ૦૩.૪૫ વાગે ઉત્થાપન આરતી થશે,બપોરે ૦૩.૪૫ થી ૦૫.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજે ૦૫.૪૫ થી ૦૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. રાત્રે ૦૮.૪૫ થી દર્શન ખુલી ત્યારબાદ અનુકૂળતા મુજબ દર્શન થશે, ત્યારબાદ શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે. ફાગણ સુદ ૧૫, (પૂનમ) તા.૦૭/૦૩/૨૦૨૩ને મંગળવારના રોજ શ્રી રણછોડજી મંદિર, ડાકોર, ખાતે સવારે ૦૪.૦૦ વાગે મંગળા આરતી થશે, સવારે ૦૪.૦૦ થી ૦૭.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે ૦૮.૦૦ થી ૦૨.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે ૦૩.૦૦ થી ૦૫.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજે ૦૬.૦૦ વાગે ઉત્થાપન આરતી થશે. સાંજે ૦૬.૦૦ થી ૦૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.  રાત્રે ૦૮.૧૫ વાગે શયનભોગ આરતી થઈને નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડીભોગ આરોગી શ્રી રણછોડરાયજી મહારાજ અનુકૂળતાએ પોઢી જશે. 

(8:15 pm IST)