Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજયના દક્ષિણ વિભાગમાં સંખ્‍યાબંધ જગ્‍યાઓ ખાલીલાંબા સમયથી ખાલી પડેલી જગ્‍યાઓ નહિ ભરાતા કામકાજને અસર

જીલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની ૫૦% જગ્‍યાઓ ૨ વર્ષથી ખાલી

અમદાવાદ, તા.૨૬: દેવભૂમિ દ્વારકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે દેવભૂમિ દ્વારકાના જીલ્લા શિક્ષણ અધિકારી અને જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો પણ ચાર્જ છે.

મોરબી જીલ્લામાં એક એજયુકેશન ઇન્‍સ્‍પેકટર જીલ્લા શિક્ષણ અધિકારીનો અને અન્‍ય એક માધ્‍યમિક શિક્ષણ નિરીક્ષક જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ ધરાવે છે.

રાજયમાં જીલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની ૬૭ જગ્‍યાઓમાંથી ૩૪ જગ્‍યાઓ બે વર્ષથી ખાલી પડી છે.

બોટાદના જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે અમદાવાદ ગ્રામ્‍યના જીલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ છે. આ બંને જગ્‍યાઓ વચ્‍ચે ૧૦૦ કીલોમીટરથી વધારે અંતર છે. અમદાવાદ (ગ્રામ્‍ય), છોટાઉદેપુર, ડાંગ, ગીર સોમનાથ, જામનગર, મોરબી અને નવસારી આ સાત જીલ્લાઓમાં રેગ્‍યુલર જીલ્લા શિક્ષણ અધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ નથી અને ઇન-ચાર્જ અધિકારી દ્વારા કામ ચલાવાઇ રહ્યુ છે.

નવસારી, અમરેલી, ડાંગ, જામનગર, છોટા ઉદેપુર અને ગીર સોમનાથમાં માત્ર એક એજયુકેશન ઇન્‍સ્‍પેકટર જ છે જેમને જીલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ સોંપાયો છે. ખાલી જગ્‍યાઓના આ લીસ્‍ટમાં ઉમેરો કરીએ તો હેડ ઓફ ધ ડીપાર્ટમેન્‍ટની કલાસ-૧ની ૩૩માંથી ૨૮ એટલે કે લગભગ ૮૫ ટકા જગ્‍યાઓ ખાલી પડેલી છે.

શિક્ષણ વિભાગમાંથી મેળવેલ આંકડા મુજબ કમિશનર ઓફ સ્‍કૂલની પાંચ મંજૂર જગ્‍યાઓ સામે જ ખાલી છે અને એટલી જ મંજૂર અને ખાલી જગ્‍યાઓ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં છે.

અન્‍ય ખાલી જગ્‍યાઓને વિગતો જોઇએ તો ડાયરેકટર, પ્રાથમિક શિક્ષણની મંજૂર થયેલ ચારે ચાર જગ્‍યાઓ, ગુજરાત કાઉન્‍સીલ ઓફ એજયુકેશન રીસર્ચ એન્‍ડ ટ્રેનીંગ (જીસીઇઆરટી)ની પાંચ મંજૂર જગ્‍યાઓમાંથી ત્રણ, સમગ્ર શિક્ષાની છ એ છ જગ્‍યાઓ અને ગુજરાત ઇન્‍સ્‍ટીટયુટ ઓફ એજયુકેશનલ ટેકનોલોજી (જીઇઆઇટી)ની ચારે ચાર જગ્‍યાઓ તેમજ ઉચ્‍ચ શિક્ષણ કમિશનર, સેકન્‍ડરી ટીર્ચસ ટ્રેનીંગ ઇન્‍સ્‍ટીટયુટ (એસઆઇટી) આઇ અને લીટરસી વિભાગની એક એક જગ્‍યાઓ ખાલી છે.

આમ વર્ગ ૧ કુલ ૧૦૦ જગ્‍યાઓમાંથી અત્‍યારે લગભગ ૬૨ જગ્‍યાઓ ખાલી પડેલી છે. આમાંથી કેટલીક જગ્‍યાઓ તો છેલ્લા બે વર્ષથી પણ વધારે સમયથી ખાલી છે.(૨૩.૧૧)

વર્ગ-૧ની ખાલી જગ્‍યાઓ

હોદ્દો                         ખાલી જગ્‍યા   મંજૂર થયેલ

                              જગ્‍યા

જીલ્લા શિક્ષણ અધિકારી/          ૩૪             ૬૭

જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી 

કમિશનર ઓફ સ્‍કૂલ્‍સ               ૪              ૫

જીએસએચએસઇબી                ૪              ૫

ડાયરેકટર પ્રાથમિક શિક્ષણ         ૪              ૪

જીસીઇઆરટી                       ૩              ૫

એસએસએ                 ૬              ૬

જીઆઇઇટી                  ૪              ૪

કમિશનર ઉચ્‍ચ શિક્ષણ             ૧              ૧

એસટીટીઆઇ                       ૧              ૧

ડાયરેકટર સાક્ષરતા                        ૧              ૧

 

(2:23 pm IST)