Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સુરતમાં : સમય કરતા ત્રણ કલાક મોડા આવતા કાર્યકરોમાં કચવાટ

ટેક્સટાઇલ્સ ઉદ્યોગકારોની સમસ્યા જાણશે :યુનિ,માં વિશ્વ મહિલા દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

 

સુરત :કેન્દ્રીય મંત્રી સ્મૂતિ ઈરાની સુરતમાં આવ્યા છે  તેઓ એક કાર્યક્રમમાં સુરત આવ્યા હતા. તેમજ ટેક્ષટાઈલ્સ માર્કેટ અને યુનિવર્સિટી સહિતના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

 કેન્દ્રીય કાપડ મંત્રી તેમના નિયત સમય કરતા 3 કલાક મોડા આવતા તેમની રાહ જોઈને ઉભેલા સુરતના ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી. કેન્દ્રીય મહિલા મંત્રીએ મોડા આવવા બાબતે કોઈ જાણકારી આપી હતી.

 શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરશે. યુનિવર્સીટી ખાતે વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

 ફોગવા ટફ સ્કીમમાં અટકેલી ૯૦૦ કરોડની સબસીડી રિલીઝ કરવાની રજૂઆત કરશે. વર્ષથી દેશભરની ૬૦૦૦ અરજીઓનો નિકાલ થયો નથી.

  સુરતની ૧૫૦૦ અરજીઓની ૩૦૦ કરોડ સબસીડી પેન્ડીંગ છે. નાની ક્ષતિઓને કારણે ટેક્સટાઈલ કમિશનર ફાઈલ મંજૂર કરતા નથી.ત્યારે બધી સમસ્યા અંગે ચર્ચા કરાશે.

(10:11 pm IST)