Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

આણંદ,પેટલાદ અને તારાપુરમાં ઇનામ ઈ-માર્કેટ શરુ :બોરસદ અને ખંભાતમાં નવા માર્કેટ બનાવવા યોજના

ઈ માર્કેટમાં ગમે તે ખેડૂત બેંક ખાતાની પાસ બુકની ઝેરોક્ષ આપી પોતાનું નામ નોંધાવી શકે છે

આણંદ ;આણંદ પેટલાદ અને તારાપુરમાં ઇનામ ઈ માર્કેટ શરુ થયા છે જયારે આગામી દિવસોમાં બોરસદ અને ખંભાતમાં નવા માર્કેટ બનાવવા આયોજન થયેલ છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશોમાં પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે એ.પી.એમ.સી માર્કેટ ખાતે નેશનલ એગ્રીક્લ્ચરલ માર્કેટ, ઈનામ ઈ માર્કેટની શરૂઆત કરાઈ છે.

     ભારત સરકાર દ્વારા ઈ માર્કેટ પ્લેટફોર્મ દ્વારા સમગ્ર દેશમાં એક જ નેશનલ એગ્રીક્લ્ચરલ માર્કેટ અસ્તિત્વમાં આવે તે માટે રાજ્યમાં તાલુકા દીઠ ઈ માર્કેટ ઉભા કરવાનું આયોજન હતું. જેમાં જિલ્લાના એ.પી.એમ.સી માર્કેટમાં આણંદ, પેટલાદ તારાપુર ખાતે ઇ-માર્કેટ શરૂ કરી દેવાયા છે. નવા પ્રારંભ કરાયેલા ઈનામ માર્કેટથી ખેડૂતોને ખેત ઉત્પાદનમાં સારી આવક,ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળશે.ખેડૂત જાતે પોતાની ઉત્પાદનની કિંમતો નક્કી કરશે.જે તે ઉત્પાદનની કિંમત ખેડૂતના બેંક ખાતામાં જમા થશે.ઝડપી અને પારદર્શક વહીવટ સાથે નાણાંની સિક્યોરીટી વધી જશે. ઉપરાંત આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી મળવાપાત્ર યોજનાઓનો લાભ મળી રહેશે
   આણંદ એ.પી.એમ.સી. ના સેક્રેટરી દુર્વેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આણંદ ખાતે ૧ લી ફેબ્રુઆરીથી નેશનલ એગ્રીક્લ્ચરલ માર્કેટ (ઈનામ) શરૂ થઈ છે જેમાં હાલ ૬ ખેડૂતોના નામ નોંધાયા છે. આ ઈ માર્કેટમાં ગમે તે ખેડૂત પોતાના બેંક ખાતાની પાસ બુકની ઝેરોક્ષ આપી પોતાનું નામ નોંધાવી શકે છે. જેથી જે તે ઉત્પાદનની યોગ્ય હરાજી દ્વારા સારી કિંમત મેળવી શકે છે.

   ઈનામ યોજનામાં સરકારી અધિકારીઓ દ્વારા જે તે એ.પી.એમ.સી માર્કેટ ઉપર ખેડૂતના ખેત પેદાશ, માલ, વાહન સહિતની ગેટ એન્ટ્રી બનાવાશે. જેમાં ખેતપેદાશને લોટ આઈ.ડી.નો યુનિક નંબર અપાશે. જે આધારે આ ઉત્પાદીત વસ્તુનું લેબોરેટરીમાં સેમ્પલ લઈ ચકાસણી કરાશે અને સમય મર્યાદામાં હરાજી ઓક્શન ઉપર ભાવ મુકી આપશે. આમ, ઓન લાઈન ખેડૂત્ાને પોતાના ખેત ઉત્પાદનનો ભાવ જાણવા મળશે. વધુમાં આ અંગે જે તે ખેડૂત પોતાના મોબાઈલ દ્વારા પણ (www.enam.gov.in) ઉપર જાણી શકાશે તેમજ રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

(9:06 pm IST)