Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

નાના-મોટા ઇનામો જીતવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી વિવિધ વિસ્તારોમાં સક્રિય

વડોદરા:માત્ર ૧૦૦ રૃપિયાનું સ્ક્રેચ કાર્ડ ખરીદીને એેસી,એલઈડી અને વોશિંગ મશીન સહિત નાના-મોટા ઈલેકટ્રીક ઉપકરણો ગેરેટેંડ ઈનામમાં જીતવાની લાલચ આપીને ઠગાઈ કરતી ટોળકી શહેરના વિવિધ વિસ્તારોમાં સક્રિય થઈ છે. બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં કારમાં ઈનામની ચીજો ભરીને નીકળતી ટોળકી એવી વાક્છટાથી લલચામણી સ્કીમ  સમજાવે છે કે મહિલાઓ તેઓની વાતમાં આવીને સહેલાઈથી છેતરાઈ જાય છે.
શહેરમાં  ભેજાબાજ ઠગ ટોળકીએ સ્ક્રેચ કાર્ડ ઈનામી યોજનાની સ્કીમ દ્વારા ઠગાઈનો નવો કારસો શોધી કાઢ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તેમાંય મોટાભાગે સોસાયટીઓમાં બપોરના સમયે અપટુડેટ  યુવાન-યુવતીઓની ટુકડી  સ્ક્રેચ કાર્ડ ઈનામી યોજના હેઠળ વિવિધ ચીજોનું વેંચાણ કરવા નીકળી પડે છે. આ ટુકડી મોટાભાગે ઘરમાં એકલી હાજર મહિલાઓને ટાર્ગેટ બનાવે છે અને તેઓને એક કાર્ડ આપી અને જણાવે છે તમે માત્ર ૧૦૦  રૃપિયામાં એક કાર્ડ ખરીદી તેને સ્ક્રેચ કરશો તો તમને કાર્ડમાં એસી, એલઈડી,વોશિંગ મશીન, મિક્ષરગ્રાઈન્ડર સહિત વિવિધ ઈલેકટ્રીક ઉપકરણો અને અન્ય ચીજો પૈકી કોઈ પણ એક ચીજ સો ટકા ઈનામમાં લાગશે અને તે ઈનામની માત્ર ૧૦૦૦ થી ૨૭૦૦ રૃપિયા રોકડાં આપતા તેની તાત્કાલિક ડિલીવરી આપવામાં આવશે અને જો ઈનામ ના લેવુ હોય તો તે ફરજિયાત નથી. આ ઉપરાંત તેઓ એવી પણ લાલચ આપે છે કે  જો સ્ક્રેચ કાર્ડમાં કોઈ પણ ઈનામ લખેલું ના આવે તો ૧૦૦ રૃપિયા  સાથે એક  સિલિંગ ફેનની ગીફ્ટ પણ તદ્દન મફતમાં મળશે.

(6:35 pm IST)