Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હવે શોપ ઇન શોપ મોડેલ પર ભારતમાં ગેપનું વિસ્તરણ થયું

શહેરમાં આલ્ફાવન મોલ ખાતે ગેપ સ્ટોરનું લોન્ચીંગઃ અરવિંદ લિ. દ્વારા દેશમાં ૧૭ ગેપની શોપ ઇન શોપ્સની જાહેરાત : દેશભરમાં ગેપની પ્રોડક્ટની ઉપલબ્ધતા વધશે

અમદાવાદ,તા. ૫: અરવિદ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ લિ. દ્વારા હવે ભારતમાં શોપ ઇન શોપ કન્સેપ્ટ દ્વારા ભારતમાં હવે ગેપનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ આજે અમદાવાદ શહેરમાં જોધપુર વિસ્તારમાં વિવાન સ્કવેર ખાતે આઇકોનીક ખાતે અને વસ્ત્રાપુરમાં આલ્ફા વન મોલ ખાતે ગેપ સ્ટોરનું લોન્ચીંગ કરાયું હતું. વિવાન સ્કવેર ખાતેના આઇકોનીક સ્ટોર્સમાં પુરુષો, મહિલાઓ અને બાળકોની ઘરની વસ્તુઓ પ્રાપ્ય બનશે, જયારે આલ્ફાવન મોલ ખાતે આઇકોનીક કિડ્સના શોપ ઇન શોપમાં ગેપ કિડ્સ અને બેબી ગેપ પ્રોડકટ્સ પ્રાપ્ય બનશે. અરવિંદ લિ. દ્વારા ગેપના રાષ્ટ્રીય વિસ્તરણને આગળ વધારવાના હેતુથી ભારતમાં ૧૭ ગેપની શોપ ઇન શોપ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ સૌપ્રથમવાર છે કે, જયારે ગેપ શોપ ઇન શોપ ફોરમેટમાં ભારતમાં રજૂ થયું છે એમ અત્રે અરવિંદ લાઇફસ્ટાઇલ બ્રાન્ડના ગેપ બિઝનેસ હેડ પરાગ દાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગેપ વિસ્તરણ દ્વારા અરવિંદ લિ. હવે ટીયર ટુ અને થ્રી બજારમાં મલ્ટી બ્રાન્ડ રિટેલર્સ દ્વારા ગ્રાહકની સુલભતા વધે તે હેતુથી વિસ્તરણ કરી રહ્યું છે. ગેપ કન્સેપ્ટને સાકાર કરવા તેઓ જમ્મુ, અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ચંદીગઢ, જયપુર, અમદાવાદ, ભોપાલ, ભુવનેશ્વર અને રાંચીમાં ગ્રાહકોની નજીક જશે અને ભારતની પ્રતિકાત્મક અમેરિકન કપડાની બ્રાન્ડ માટેની ભૂખને સંતોષશે.  સાથે સાથે તેઓ હાલની પુના, નોઇડા અને નવી દિલ્હીના ગેપ બજારને પણ વિસ્તરીત કરશે. ગેપ બિઝનેસ હેડ પરાગ દાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦૧૫માં જયારે ગેપ ભારતમાં રજૂ થયું ત્યારથી જ બ્રાન્ડે દેશમાં તેના ચાહકોથી મજબૂત વૃધ્ધિ કરી છે. અમારું નવું વિસ્તરણ ખાતરી આપે છે કે, વધુને વધુ લોકો ગેપની પ્રતિકાત્મક અમેરિકન સ્ટાઇલના આધુનિક વોર્ડરોબ સ્ટેપલ્સ-એક આદર્શતા, જેને અમારા બજારમાં આવકારી છે, તેનો અનુભવ કરી શકે. અમદાવાદમાં પણ શોપ ઇન શોપ મોડેલ દ્વારા ગેપના વિસ્તરણને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડશે તેવો અમને પૂરો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ, હાલમાં ૧૧ ગેપના સ્ટેન્ડએલોન સ્ટોર્સ દેશના મુખ્ય શહેરો મુંબઇ, બેંગ્લોર, પુને, ચેન્નાઇ અને ઇન્દોરમાં ધરાવે છે.

(9:20 am IST)