Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ મહાત્મા મંદિરની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપાઈ

25 વર્ષ માટે લીલા વેન્ચર્સ લિમિટેડને સંચાલન તેમજ જાળવણીનું કામ સોંપાયું

અમદાવાદ : વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા અને ગાંધીનગરમાં રૂ.500 કરોડમાં તૈયાર થયેલા મહાત્મા મંદિરની જાળવણી પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી છે. મહાત્મા મંદિરને મેઇન્ટેઇન કરવાનું કામ ધ લીલા વેન્ચર્સ લિમિટેડને સોંપવામાં આવી છે.

  મહાત્મા મંદિરને આંતરરાષ્ટ્રીય સ્ટાઈલથી ચલાવવા માટે અને જાળવણી તેમજ ઈન્ડિપેન્ડન્ટ વાઇબ્લિટી વધારવા માટે ખાનગી કંપનીને જવાબદારી સોંપાઈ છે. ગુજરાત સરકાર મહાત્મા મંદિરની જાળવણીમાં પહોંચી ન વળતા 25 વર્ષ માટે લીલા વેન્ચર્સ લિમિટેડને સંચાલન તેમજ જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના સુત્રો મુજબ લીલા હોટલ એન્ડ રિસોર્ટને મેનેજમેન્ટ ફી તરીકે બેઝ્ડ ફી અને પ્રોત્સાહક ફી તરીકે ચૂકવવાનું નક્કી થયું છે

 

(1:18 am IST)